વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021નું ઉદ્ધઘાટન કર્યું હતું. 50 દેશોના એક લાખથી વધુ લોકોએ આ સમિટ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હત કે આ શિખર સમ્મેલન સમુદ્રી ક્ષેત્રના મુખ્ય હિસ્સેદારોને એક સાથે એકઠા કરશે અને ભારતની દરિયાઇ અર્થવ્યવસ્થાના વિકાસમાં આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વડાપ્રધાને વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કહ્યું, ભારતનો લાંબો દરિયાકિનારો તમારી રાહ જોવે છે. ભારતના મહેનતુ લોકો તમારી રાહ જોઇ રહ્યા છે. અમારા બંદરોમાં રોકાણ કરો. આમારા લોકોમાં રોકાણ કરો. ભારતને તમારું પ્રિય વ્યવસાય સ્થળ બનાવો. ભારતીય બંદરોને તમારા વેપાર અને વાણિજ્ય માટેના બંદરો બનાવો. ભારત સરકાર ઘરેલું શિપબિલ્ડીંગ અને શિપ રિપેર માર્કેટમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સ્થાનિક શિપ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમે ભારતીય શિપયાર્ડ્સ માટે શિપ નિર્માણ આર્થિક સહાય નીતિને મંજૂરી આપી છે.
78 બંદરની બાજુમાં પર્યટનનો વિકાસ થઈ રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય હાલના લાઇટહાઉસ અને તેની આસપાસના વિસ્તારોને અનન્ય દરિયાઇ પર્યટક સ્થળોમાં વિકસિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. અમારા બંદરોએ ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ કાર્ગો માટે વેઇટિંગ ટાઈમિંગ ઘણો ઘટાડો કર્યો છે. અમે પોર્ટ અને પ્લે-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટોરેજની ક્ષમતા વધારવા માટે ઘણું રોકાણ કરી રહ્યું છે.
2014માં મુખ્ય બંદરોની ક્ષમતા જે લગભગ 870 મિલિયન ટન પ્રતિ વર્ષ હતી, તે હવે વધારીને લગભગ 1550 મિલિયન ટન પ્રતિ વર્ષ થઈ ગઈ છે. આ ઉત્પાદકતા લાભથી ન માત્ર અમારા બંદરોને જ નહીં, પણ સમગ્ર અર્થવ્યવસ્થાને પણ આગળ વધારી છે. વડાપ્રધાન કાર્યાલય મુજબ, આ સંમેલનનું આયોજન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેનું આયોજન 2 થી 4 માર્ચ દરમિયાન ડિજિટલ મધ્યમથી થશે. આમાં ઘણા દેશોના પ્રતિનિધિઓ તેમના મંતવ્યો શેર કરશે. આ ત્રણ દિવસીય સમિટ માટે ડેનમાર્ક ભાગીદાર દેશ છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું કે આ સમિટ સમુદ્રી ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર ભણાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. દેશમાં બંદરોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે. અમે આ ક્ષેત્રમાં રોકાણમાં વધારો કરવા માટે મેરિટાઈમ વિઝન તૈયાર કર્યું છે. તેમણે કહ્યું કે ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં આધુનિકીકરણ, વિકાસ, ક્રૂઝ પર્યટન, રો ફેરી સર્વિસ સેવા, સીપ્લેન સેવાની માંગ વધી રહી છે.