Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસમર્પણ ચોકડીએ સાત રસ્તા જેવું વિશાળ સર્કલ બનાવો : જામનગર ચેમ્બર

સમર્પણ ચોકડીએ સાત રસ્તા જેવું વિશાળ સર્કલ બનાવો : જામનગર ચેમ્બર

- Advertisement -

જામનગર શહેરમાં સમર્પણ ચોકડી પાસે સતત વધતાં જતાં ટ્રાફિકને ધ્યાનમાં રાખી અહીં પણ સાત રસ્તા જેવું વિશાળ સર્કલ બનાવવા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગણી કરવામાં આવી છે. જામનગર ચેમ્બરે જામ્યુકોના મેયર અને કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

- Advertisement -

ચેમ્બર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સમર્પણ ચોકડી પાસે ચાર કરતાં પણ વધુ રસ્તાઓ એક બીજાને ક્રોસ કરે છે. સતત વિકસતા જતાં વિસ્તારોને કારણે અહીં વાહનોની અવરજવર પણ ખુબ વધી ગઇ છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન જટીલ બની ગઇ છે. આ જામનગર ખંભાળિયા માર્ગ પર જ સમર્પણ હોસ્પિટલ ઉપરાંત બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, એરપોર્ટ, આરટીઓ કચેરી ઉપરાંત તાજેતરમાં જ ગોરધનપર પાસે ડબ્લ્યુ એચઓ ના ગ્લોબલ સેન્ટરનું નિર્માણ થઇ રહ્યું છે. તેમજ આ વિસ્તારમાં ઝડપભેર કોર્મશિયલ અને રહેણાંક વિસ્તારો પણ વિસ્તરી રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતાં સમર્પણ જંકશન ખુબ જ મહત્વનું બની રહે છે.ત્યારે અહીં ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે સાત રસ્તા જેવું વિશાળ સર્કલ બનાવવાની તાતી આવશ્યકતા ઉભી થઇ છે. અહીં સર્કલના નિર્માણથી ટ્રાફિક વ્યવસ્થાના ઉકેલ સાથે શહેરની સુંદરતામાં પણ વધારો થશે.

જામનગર ચેમ્બરે કરેલી રજુઆતમાં સમર્પણ હોસ્પિટલ સામે હાલમાં દબાણ રૂપ રહેલી હંગામી પોલીસ ચોકી દૂર કરી તેને અન્યત્ર ખસેડવા તેમજ પોલીસ દ્વારા રાખવામાં આવેલ બકેરીકેડસનો અભ્યાસ કરી જો જરૂરી ન જણાય તો દૂર કરવા પણ માંગણી કરવામાં આવી છે. સાથે સાથે દિગ્જામ રોડ પરના ઓવરબ્રિજનું કામ ઝડપભેર પૂર્ણ કરવા પણ માંગણી કરવામાં આવી છે. જેથી આ માર્ગ પરનું ટ્રાફિકનું ભારણ ઘટી શકે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular