Saturday, October 19, 2024
Homeરાજ્યગુજરાતશિક્ષણ વિભાગનો મોટો નિણર્ય: ધો.9, 10 અને 12ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે

શિક્ષણ વિભાગનો મોટો નિણર્ય: ધો.9, 10 અને 12ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે

- Advertisement -

કોરોના મહામારીના પરિણામે ગુજરાત સરકાર દ્રારા તમામ ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત શિક્ષણ વિભાગ દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 10-12 જુલાઈ વચ્ચે ધો.9,10 અને 12ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવામાં આવશે. પરંતુ વિદ્યાર્થીઓએ ગભરાવવાની જરૂર નથી કારણકે માત્ર લર્નિંગ લોસ જાણવા જ આ પરીક્ષા લેવામાં આવશે.

- Advertisement -

ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે. આગામી ધોરણના વિષયવસ્તુ તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે. આ કસોટીનો અભ્યાસક્રમ તેના આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદાઓનો સમાવેશ કરાશે.  નિદાન કસોટી માટેના પ્રશ્નપત્રો 7 જુલાઈએ બોર્ડ દ્વારા DEO ને મોકલવામાં આવશે. 7 જુલાઈએ જ DEO દ્વારા SVC કન્વીનરોને ઇમેઇલ મારફતે પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ મોકલવામાં આવશે.

 ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે તેમાં ધોરણ 9 ની નિદાન કસોટી માટે ધોરણ 8 ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ 10 માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ 9ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માટે જીવવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને ગણિતની નિદાન કસોટી લેવાશે, ધોરણ 11ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે નામાંના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, તત્વજ્ઞાનની નિદાન કસોટી લેવાશે, જેમાં ધોરણ 11 અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્રો તૈયાર કરાશે.

- Advertisement -

8 જુલાઈએ બોર્ડની વેબસાઈટ પર પ્રશ્નપત્ર મૂકાશે, તેમજ SVC કન્વીનરો દ્વારા શાળાના આચાર્યોને પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ આપવામાં આવશે. 10 થી 12 જુલાઈ દરમિયાન રોજ એક કસોટી વિદ્યાર્થીઓ આપશે. 13 અને 14 જુલાઈએ વિદ્યાર્થીએ લખેલી ઉત્તરવહી પરત મેળવવાની રહેશે. 30 જુલાઈએ વિષયવાર પરિણામ તૈયાર કરવાનું રહેશે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં શાળા કક્ષાએથી માર્ક અપલોડ કરવાના રહેશે.  કોરોનાકાળમાં કેટલું લર્નિંગ લોસ થયું છે તે જાણવા માટેની આ પરીક્ષા હશે. માટે વિદ્યાર્થીઓએ ગભરાવવાની જરૂર નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular