Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં એક સાથે 25 પેઢીઓમાં જીએસટી દ્વારા મોટી કાર્યવાહી - VIDEO

જામનગરમાં એક સાથે 25 પેઢીઓમાં જીએસટી દ્વારા મોટી કાર્યવાહી – VIDEO

100 કરોડથી વધુના કૌભાંડની શકયતા : આજે વહેલીસવારથી ચેકીંગ કામગીરી : આગામી પાંચ દિવસ સુધી અનેક પેઢીઓમાં હિસાબોની કરાશે તપાસ

જીએસટી વિભાગ દ્વારા આજે વહેલી સવારથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એકસાથે શહેરની અંદર 25 જેટલી પેઢીઓમાં ચકાસણી કરવામાં આવી રહી છે. જામનગરના સીએ અલ્પેશ પેઢડીયા દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો ચાલી રહ્યા હોવાની આશંકાને ધ્યાને લઈ જીએસટી ટીમે આ કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -

અમદાવાદની જીએસટીની ટુકડીઓ પણ જામનગર પહોંચી હતી અને BRAHM એસોસિએટેડ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી શરૂ થતાં જ પેઢીના સંચાલકો તાળા મારી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી પાંચ દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. તપાસ દરમિયાન પેઢીના માલિકોએ કબૂલ્યું કે તેઓને વિશ્વાસમાં લીધા વગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વ્યવહારો કરવામાં આવતા હતા. આશરે 100 કરોડથી વધુનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કેટલીક બોગસ પેઢીઓ ચાલી રહી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે મોટા માથાઓ સામે કાર્યવાહી થઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular