Tuesday, December 24, 2024
HomeવિડિઓViral Videoવાયરલ થયેલ સ્કોર્પિયોના વોટર લીકેજના વિડીયો સામે મહિન્દ્રાએ એજ ઝરણા નીચે બનાવ્યો...

વાયરલ થયેલ સ્કોર્પિયોના વોટર લીકેજના વિડીયો સામે મહિન્દ્રાએ એજ ઝરણા નીચે બનાવ્યો બીજો વિડીયો – VIRAL VIDEO

- Advertisement -

થોડા દિવસ પહેલા મહિન્દ્રા સ્કોર્પિયો નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થયો હતો. જેમાં SUVને એક વોટરફોલ નીચે ઉભી રાખતા કારની છત માંથી પાણી લીકેજ થઈને કારની અંદર આવી ગયું હતું, આ લીકેજ એટલું બધું હતું કે થોડી વારમાં કારની અંદર કેબીન માં પાણી ભરાઈ ગયું હતું.

- Advertisement -

મહિન્દ્રા એ ઘણી જૂની અને પ્રસિદ્ધ કંપની છે. જેની SUV ખુબજ ડિમાન્ડમાં રહે છે. એમાની એક SUV સ્કોર્પિયોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક વોટરફોલ નીચે સ્કોર્પીઓને રાખતા તેના સનરૂફ અને રૂફ માઉન્ટેડ સ્પીકરમાંથી પાણી લીક થતું હોવાનું બતાવાયું હતું. જયારે તેના જવાબમાં મહિન્દ્રાએ તેના Twitter હેન્ડલ પર એક નવો વિડીયો શેર કર્યો હતો જેમાં સ્કોર્પિયોને એજ વોટરફોલ નીચે રાખીને ફરીથી આખો ઘટનાક્રમ દોહરાવવામાં આવ્યો હતો. મહિન્દ્રા દ્વારા કરવામાં આવેલા આ ટેસ્ટીંગમાં મજાની વાત એ છે કે અહી કોઈ વોટર લીકેજ દેખાઈ રહ્યું નથી. સાથે સાથે કંપની દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સ્ટંટ પ્રોફેશનલ દ્વારા કરવામાં આવ્યા છે તો કોઈ વ્યક્તિએ કોશિશ કરવી નહિ.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular