Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર દ્રારા મહાવીર સ્વામી ભગવાન ની રથયાત્રા યોજાઈ

મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર દ્રારા મહાવીર સ્વામી ભગવાન ની રથયાત્રા યોજાઈ

- Advertisement -

જામનગરમાં મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર દ્રારા પર્યુષણ પર્વ સમાપન નીમીતે મહાવીર સ્વામી ભગવાન ની રથયાત્રા યોજાઈ હતી. દશ લક્ષણ પર્યુષણ પર્વ ભાદરવા સુદ ૪ તા ૩૧/૦૮/૨૦૨૨ થી ભાદરવાસુદ ૧૪ તા ૦૯/૦૯/૨૦૨૨ દરમિયાન રોજ સવારે જિનેન્દ્ર અભિષેક, દશ લક્ષણ સમૂહ પૂજા, પૂજ્ય ગુરુદેવનું સી.ડી. ટેપ પ્રવચન, ત્યાર બાદ દેવાલાલીથી પધારેલ બાલ બ્રમ્હ્ચારી જીનલ બેન શાહ નો સ્વાધ્યાય, તથા બપોરે પણ બાલ બ્રમ્હ્ચારી જીનલ બેન શાહ નો સ્વાધ્યાય, સાંજે ભક્તિ તથા આરતી, પ્રતિક્રમણ, સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

- Advertisement -

પર્યુષણ પર્વ સમાપન નિમિત્તે આજરોજ મહાવીર સ્વામી ભગવાન ની રથયાત્રા યોજાઈ હતી. આ રથ યાત્રા ખંભાળીયા ગેઈટ, સેતાવાડ, ચાંદી બજાર થઈ મંદિર પરત ફરી હતી. આ તકે પ્રમખ બીપીનભાઈ વાધર, ઉપપ્રમુખ સુનીલભાઈ પૂનાતર, મંત્રી દિલીપભાઈ શાહ, તથા ટ્રસ્ટી હિતેનભાઈ મેહતા, આશિષભાઈ મેહતા, વીમલભાઈ વારીયા, અજયભાઈ વાધર, પરાગભાઈ બોધાની વગેરે તથા મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો વિશાળ સખ્યામાં જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular