હાલમાં મહારાષ્ટ્ર સરકાર એક પોલીસ અધિકારીના કારણે મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે અને આજે સાંજે આ મામલે વધુ એક વિસ્ફોટક પુરાવાઓ મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહે રજુ કર્યા હતા જેમાં મહારાષ્ટ્ર ના ગૃહ મંત્રી અનીલ દેશમુખે સચિન વાઝે પાસેથી દર મહીને 100 કરોડ રૂપિયા માગ્યા હોવાનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો.
મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલા એન્ટીલિયા કેસમાં નવો વણાંક આવ્યો છે અને આ કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્યમંત્રી તથા NCPના શરદ પવારને લખેલા પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનીલ દેશમુખ ઉપર અનેક ગંભીર આરોપ મુક્યા છે. પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે સચિન વાઝેને ગૃહમંત્રી અનીલ દેશમુખનું રક્ષણ મળતું હતું અને ગૃહમંત્રીએ વાઝેને દર મહીને 100 કરોડ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. તેમજ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનીલ દેશમુખે વાઝેને અનેક વખત તેના સતાવાર બંગલા જ્ઞાનેશ્વર માં બોલાવ્યા હતા અને ફંડ એકઠું કરવાના આદેશો આપ્યા હતા. તેઓએ આ ફંડ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ના નામ પર જમા કરાવવાનું કહ્યું હતું. આ સમયે તેમના પર્સનલ સેક્રેટરી પલાંડે પણ ત્યાં હાજર હતા, ત્યારે ગૃહમંત્રીએ દર મહીને 100 કરોડ રૂપિયા જમા કરાવવાનો વાઝેને ટાર્ગેટ આપ્યો હતો.
મુંબઈના પૂર્વ કમિશનરનો વિસ્ફોટક પત્ર વાયરલ થયા બાદ ગૃહમંત્રી અનીલ દેશમુખ દુવિધામાં પડી ગયા હતા. તેને કારણે તેમણે ચોખવટ કરીને કેહવું પડ્યું હતું કે એન્ટીલિયા અને મનસુખ હિરેન કેસમાં સચિન વાઝેની ડાયરેક્ટ લિંક નજરે પડી રહી છે આ વાતથી પરમબીર સિંહ ભયભીત થઇ ગયા છે તે ક્યાંક આ કેસની કડી તેમના સુધી ન પહોચી જાય જેથી તેઓએ મારા ઉપર ખોટો આક્ષેપ કરી પોતાનો બચાવ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ વાઝે પાસેથી મહીને 100 કરોડ માગ્યા : પરમબીર સિંહ
પૂર્વ કમિશ્નર પરમબીર સિંહે વિસ્ફોટક પત્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને લખ્યો : ગૃહમંત્રી અનીલ દેશમુખની કફોડી સ્થિતિ