મુંબઈ પોલીસન પૂર્વ કમિશનરના લેટર બોમ્બ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું સોંપ્યું છે. પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ મહારાષ્ટ્રની સરકાર પર પણ દબાણમાં હતી.
મુંબઈ પોલીસન પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા આજે સોમવારે બોમ્બે હાઇકોર્ટે મહત્વનો ફેંસલોઃ સંભળાવ્યો છે. 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપોની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલ આરોપો પર બોમ્બે હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. જોકે, સીબીઆઈ હાલ તાત્કાલિક આ મામલે તપાસ શરૂ નહીં કરે.
પરમબીર સિંહની અરજી પર ચુકાદો આપતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે આ મામલે એફઆઈઆર થઇ છે. પોલીસને તપાસ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું છે કે અનિલ દેશમુખ પર આરોપો લાગ્યા છે અને તે રાજ્યના ગૃહમંત્રી છે. એવામાં નિષ્પક્ષ તપાસ માટે પોલીસ પર નિર્ભર ન રહી શકાય. એટલે સીબીઆઈએ સમગ્ર કેસની તપાસ કરવી જોઈએ.