વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા યુવા મોરચો તા.17 સપ્ટેમ્બરના દિવસે રેકોર્ડ સ્થાપવા ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે મહા રકતદાન કેમ્પનું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવ્યું છે. જેમાં અનુસંધાને જામનગર મહાનગર યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં યુવાનો રકતદાન કરશે અને વિશ્ર્વ વિશ્ર્વ રેકોર્ડ સ્થાપવામાં યોગદાન આપશે.
તા.25 સપ્ટેમ્બર પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચો દ્વરારા વિધાનસભા સીટ સહ ‘રન ફોરન ડેવલપમેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જામનગર મહાનગર યુવા મોરચા દ્વારા તા.25 સપ્ટેમ્બરના સવારે 6:30 કલાકે તળાવની પાળ ગેઈટ નં.2 ની સામેથી ‘રન ફોર ડેવલપમેન્ટ મેરાથોન’નું પ્રસ્થાન કરવામાં આવશે જે જામનગરના મુખ્ય માર્ગો થઈ અંદાજે 6 કિ.મી.નો રૂટ થશે જેમાં નાના બાળકો સ્કુલ કોલેજના વિદ્યાર્થી અને જામનગરની જાહેર જનતાને જોડાવવા અપીલ કરાઇ છે. આ રન ફોર ડેવલપમેન્ટનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વડાપ્રધાન બન્યા પછી ભારતનું નામ વિશ્ર્વ ફલક ઉપર ઉચ્ચ સ્થાન પર બેસાડયું છે અને વિકાસપુરૂષ તરીકે સાબિત થયા છે.
‘રન ફોર યુનિટિ’ એકતાના પ્રતિક સમાન સરદાર પટેલના નામે કરીએ છીએ, તો આ ‘રન ફોર ડેવલોપમેન્ટ’નું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ પુરૂષ તરીકે ઉજવીએ છીએ. જે ભારત દેશની એકતાના પ્રેરણા સ્ત્રોત છે. જેમને ભારત દેશને જોડવા માટે સરદાર જાણીતા છે. એ જ રીતે વિકાસ માટે વડાપ્રધાન મોદીના સન્માનમાં સમગ્ર ગુજરાતમાં ‘રન ફોર ડેવલપમેન્ટ’નું આયોજન ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કરવામાં આવશે.