આણંદ જીલ્લાના વાસદ ખાતે એક મહારાજ ચાલુ પ્રવચન દરમિયાન જ ઢળી પડતા તેમનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના વિડીઓમાં કેદ થઇ હતી. ખાતે સત્સંગ સભામાં સંત નિર્ભયદાસજી મહારાજ મૃત્યુના વિષય પર તેમના અનુયાયીઓને પ્રવચન આપી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
#gujarat #aanand #Video #death
આણંદમાં મૃત્યુ પર પ્રવચન આપતી વખતે સંત નિર્ભયદાસજી મહારાજ અચાનક ઢળી પડતા મૃત્યુ
મહારાજના અનુયાયીઓમાં દુખની લાગણી pic.twitter.com/uZEFqHbvFi
— Khabar Gujarat (@khabargujarat) December 24, 2021
વિડીઓમાં જોઈ શકાય છે કે પડતા સમયે ફુલની લટકાવેલી માળાનો સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ માળાને અડે તે પહેલા જ તેઓ ઢળી પડ્યા હતા. અચાનક મોતને કારણે સંત મહારાજના અનુયાયીઓમાં દુખની લાગણી છવાઇ ગઇ છે.