ભારતના નવા આર્મી ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેની પસંદગી થઇ છે. જે દેશના આગામી આર્મી ચીફ હશે. મનોજ પાંડે આર્મીના વર્તમાન વાઇસ ચીફ છે અને તેઓ જનરલ એમ.એમ. નરવણેનું સ્થાન લેશે . જે આ મહિનાના અંત સુધીમાં નિવૃત્ત થવાના છે. લો. જનરલ પાંડે આર્મી ચીફ બનનારા પહેલા એન્જિનિયર હશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. છેલ્લા ઈઉજ જનરલ બિપિન રાવતનું ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ આ પદ ખાલી પડ્યુ છે.
એક અહેવાલ અનુસાર CDSના પદ માટે મોદી સરકાર વર્તમાન અને ભૂતપૂર્વ સેના અધિકારીમાંથી કોઇની પણ નિયુક્તિ કરવા વિચારી રહી છે. મનોજ પાંડે કોર ઓફ એન્જિનિયર્સમાં આર્મી ચીફ બનનાર પ્રથમ અધિકારી હશે. આ પોસ્ટ પર અત્યાર સુધી ઇન્ફ્રેન્ટ્રી, આર્મર્ડ અને આર્ટિલરી અધિકારીઓનો કબજો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ જનરલ પાંડે, જેઓ પૂર્વીય આર્મી કમાન્ડર રહી ચૂક્યા છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ટેક્નોલોજીના વધુ એકીકરણના મુખ્ય સમર્થકોમાંના એક છે. તે પોતાની સાથે આર્મી ચીફની અધ્યક્ષતામાં ઓપરેશનલ અને લોજિસ્ટિક્સ બંને અનુભવ લાવશે.


