Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયLPG ગેસના ભાવમાં 105 રૂપિયાનો વધારો !

LPG ગેસના ભાવમાં 105 રૂપિયાનો વધારો !

- Advertisement -

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોને ફટકો પડ્યો છે. કોમર્શીયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ સિલિન્ડરની કિંમતો યથાવત છે, તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ વધારા સાથે, મંગળવારથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,012 રૂપિયા જયારે 5 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 27 રૂપિયાનો વધારો થયો છે એટલે કે હવે દિલ્હીમાં 5 કિલોના સિલિન્ડરની કિંમત 569 રૂપિયા થઈ જશે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 105 રૂપિયા વધીને 2,089 રૂપિયા થઈ ગઈ છે. નવો ભાવ વધારો 1માર્ચથી લાગુ કરી દેવામાં આવ્યો છે.

- Advertisement -

જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરના સમયમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થયેલા જબરદસ્ત વધારાને કારણે દિલ્હીમાં તેની કિંમત હવે 1907 રૂપિયાથી વધીને 2012 રૂપિયા થઈ ગઈ છે. છે. કોલકાતામાં તેની કિંમત 1987 રૂપિયાને બદલે 2095 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, મુંબઈમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની નવી કિંમત હવે 1857 રૂપિયાથી વધીને 1963 રૂપિયા થઈ ગઈ છે. 6 ઓક્ટોબર, 2021 ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular