Sunday, December 22, 2024
Homeરાજ્યકાલાવડ તાલુકાના ખીમાણી સણોસરામાં મળવા માટે બોલાવી યુવતી સહિતના ચાર શખ્સો દ્વારા...

કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરામાં મળવા માટે બોલાવી યુવતી સહિતના ચાર શખ્સો દ્વારા પ્રેમી યુવાનની હત્યા

છ માસથી પ્રેમસંબંધ: ઝાડ સાથે બાંધી લાકડાના ધોકા વડે અડધો કલાક માર માર્યો: સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોતથી બનાવ હત્યામાં પલટાયો: પોલીસ દ્વારા ચારેય હત્યારાઓની અટકાયત

- Advertisement -

કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં સીમમાં આવેલા ખેતરમાં યુવતીએ તેણીના પ્રેમીને મળવા બોલાવી યુવતી તથા તેના માતા-પિતા સહિતના ચાર શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરુ રચી યુવાનને ઝાડ સાથે બાંધી દઈ લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ પૂર્વઆયોજીત કાવતરુ અને હત્યાનો ગુનો નોંધી ચારેયની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ ચકચારી બનાવની વિગત મુજબ, ખીમાણી સણોસરા ગામની પશ્ર્ચિમ સીમમાં આવેલી ખારાવાળી વાડી કે જે નિર્મળસિંહ દિલાવરસિંહ જાડેજાની હોય તે વાડી વીરમભાઇ બટુકભાઇ ગમારાએ વાવવા માટે રાખી છે. વિરમભાઇએ પણ આ જમીન સવજીભાઇ માધાભાઇ બારીયા (નાયક) અને ગુંજીબેન સવજીભાઇ બારીયા (નાયક), સીમીબેન ભાવેશભાઇ બારીયા અને નાનીબેન સવજીભાઇ બારીયા રહે-બધા મુળ છોટાઉદપુર વાળાઓને વાવવા આપી હતી. દરમિયાન વિરમભાઇના મિત્ર મહાવીરસિંહ ઉર્ફે મુન્નો રવુભા કાંધુભા જાડેજા (ઉ.વ.38) વિરમભાઇ સાથે અવરનવાર વાડીએ જતા આવતા હતા. જેમાં મુન્નાને અપરણિત નાનીબેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આશરે છએક માસથી પ્રેમ સબંધમાં બંને અવારનવાર મળતા હતા. બંનેના આ સંબંધ અંગે તેણીના માતા-પિતાને ખબર પડી ગઇ હતી. જેથી મુન્નાને પતાવી દેવા કાવતરું રચવામાં આવ્યું હતું.

આ હત્યાના કાવતરામાં મરણજનાર મહાવિરસિંહને શનિવારના બપોરના બે વાગ્યે વાડીએ મળ્યા ત્યારે પ્રેમિકાએ મુન્નાને આજે રાત્રે વાડીએ કોઇ છે નહી તમારે મળવા આવવુ હોય તો આવજો એવી વાત કરી હતી. જેથીે રાત્રે સાડા આઠેક વાગ્યે મુન્નો વાડીએ પ્રેમિકાને મળવા ગયો હતો. જ્યાં પ્રથમથી જ તૈયારીમાં રહેલા યુવતીના માતા-પિતા, ભાભી વગેરેએ મુન્નાને જેમ ફાવે તેમ ભુંડા બોલી, નાળા (રસ્સી) દ્વારા પીપળાના ઝાડ સાથે બાંધી અને લાકડાના ધોકા વડે આશેર સતત અડધો કલાક સુધી જીવલેણ માર માર્યો હતો. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

- Advertisement -

આ બનાવની જાણ થતાં જ મૃતકના ભત્રીજા ધ્રુવરાજસિંહ ઉર્ફે ભોલાભાઇ સુખદેવસિંહ ઘોઘુભા જાડેજાએ પોલીસને જાણ કરી હતી. જેના આધારે કાલાવડ ગ્રામ્ય પીએસઆઇ એચ.વી.પટેલ અને સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. જ્યાં મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના ભત્રીજા ધુ્રવરાજસિંહના નિવેદનના આધારે સવજીભાઇ માધાભાઇ બારીયા (નાયક), ગુંજીબેન સવજીભાઇ બારીયા (નાયક), સીમીબેન ભાવેશભાઇ બારીયા અને નાનીબેન સવજીભાઇ બારીયા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવતરું રચી હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ત્રણ મહિલા સહિત ચાર શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular