કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે તેની પ્રેમિકાને પ્રોફાઈલમાં ફોટો રાખવાની ના પાડી હોવા છતાં પ્રેમિકાએ પોતાનો ફોટો રાખ્યાનું મનમાં લાગી આવતા પ્રેમી યુવાને પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો પંકજ હીરાભાઈ શુકલ (ઉ.વ.26) નામના યુવાનને ભાડુકિયા ગામમાં રહેતી દિપીકા સોમૈયા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો દરમિયાન દિપીકાને તેણીનો ફોટો પ્રોફાઈલમાં રાખવાની પંકજે ના પાડી હતી. તેમ છતાં દિપીકાએ તેનો ફોટો પ્રોફાઈલમાં રાખ્યો હતો. જે બાબતનું મનમાં લાગી આવતા પ્રેમી પંકજ શુકલ નામના યુવાને શનિવારે સાંજના સમયે તેના ઘરે પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ મૃતકના ભાઈ બિપીન દ્વારા કરવામાં આવતાં હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.