Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય‘પ્રેમ આંધળો હોય છે’ પ્રેમિકાના મૃતદેહ સાથે પ્રેમીએ કર્યા લગ્ન

‘પ્રેમ આંધળો હોય છે’ પ્રેમિકાના મૃતદેહ સાથે પ્રેમીએ કર્યા લગ્ન

યુવકે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ કર્યો

- Advertisement -

પ્રેમની વાત થાય ત્યારે આપણને ‘પ્રેમ આંધળો હોય છે’, ‘પ્રેમની કોઈ હદ હોતી નથી’ જેવી અનેક કહેવતો યાદ આવે. આપણી આસપાસની અનેક ઘટનાઓ પણ એવી બનતી હોય છે જે આ વાક્યો માટે ઉદાહરણ બની છે. ત્યારે આસામમાં પણ એક એવી જ ઘટના સામે આવી છે. પ્રેમની એવી ઘટના જે જાણીને તમે દંગ રહી જશો.

- Advertisement -

આસામના મોરીગાંવ ગામની આ ઘટનાએ કેટલાય પ્રેમીઓને આરૂર્યચકિત કરી દીધા છે. એક યુવકે પોતાની પ્રમિકાનું અવસાન થતાં તેના અંતિમ સંસ્કારમાં જ તેની સાથે લગ્ન કર્યા. આ સાથે જ યુવકે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ પણ કર્યો. પ્રેમિકાના અવસાનથી આઘાતમાં ડૂબેલા પ્રેમીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો છે.

મોરીગાંવ નિવાસી 27 વર્ષીય દુલ્હા બિટુપન તમુલીનું ચાપરમુખની 24 વર્ષીય પ્રાર્થના બોરા સાથે કેટલાય સમયથી પ્રેમ સંબંધ હતો. તાજેતરમાં પ્રાર્થના બીમાર થઈ અને તેને ગુવાહાટીના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં પ્રાર્થનાનું મોત થયું હતું. બિટુપનને પોતાની મંગેતરનું અવસાન થયું હોવાની જાણ થતાં પ્રેમિકા પ્રાર્થનાને ઘરે પહોંચ્યો હતો. ઘેરા આઘાતમાં સરી પડેલા બિટુપને પ્રેમિકાની દુલ્હન બનવાની ઈચ્છા પુરી કરવા માટે તેણે પ્રાર્થનાના મૃતદેહ સાથે અંતિમ સંસ્કાર દરમિયાન લગ્ન કર્યા. રડી રહેલા બિટુપને પરિવારના સભ્યોની હાજરીમાં મૃતદેહ સાથે લગ્ન કરી જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ કર્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular