જામનગર જિલ્લામાં મેઘપર નજીક આવેલી હોટલની અગાસી પર ફીટ કરેલા જીયો કંપનીના ટાવરમાં ત્રણ શખ્સોએ ચોરી કરવાના ઈરાદે તોડફોડ કરી નુકસાન પહોંચાડયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલા પાયલધાર વિસ્તારમાં મિલેનીયમ હોટલની અગાસી ઉપર જીયો કંપનીના મોબાઇલ ટાવરમાંથી વસ્તુઓ કાપી ચોરી કરવાના ઈરાદે કોપર વાયર, એલ્યુમિનિયમ વાયર, ફાઈબર વાયર તથા સેમસંગ ડીયુમા તોડફોડ કરી આશરે રૂા.3.80 લાખનું નુકસાન કર્યુ હતું. આ અંગે રમેશભાઈ પીઠીયાની ફરિયાદના આધારે પીએસઆઈ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી સંજય કાળુ સોલંકી, સન્ની મુકેશ સોલંકી, વિપુલ તુલસી ગોહિલ નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.