Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં જ્ઞાન શકિત દિવસ નિમિતે 107 જ્ઞાનકુંજ વર્ગખંડોનું લોકાપર્ણ

જામનગર જિલ્લામાં જ્ઞાન શકિત દિવસ નિમિતે 107 જ્ઞાનકુંજ વર્ગખંડોનું લોકાપર્ણ

- Advertisement -

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અંગે સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષની વિકાસયાત્રાને આવરી લેતી અને સરકારના મહત્વના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સમક્ષ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયેલ છે.

- Advertisement -

જે કાર્યક્રમના પ્રથમ દિવસે જામનગર જિલ્લામાં જ્ઞાન શક્તિ દિવસની વિવિધ ૫૧ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી ધનવંતરી હોલ ખાતે ગુજરાત સંગીત નાટક અકાદમીના ચેરમેન  પંકજભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લાકક્ષાની ઉજવણી  જે.ડી.વી. કન્યા શાળા જોડીયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશી ચનીયારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સંગીત નાટય અકાદમીના ચેરમેન  પંકજ ભટ્ટે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક લોકાર્પણો તથા લાભ સહાયના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે જ્ઞાનશક્તિ દિવસ નિમિત્તે શિક્ષણને કેન્દ્રમાં રાખી આ દિવસની ઉજવણી કરાઇ રહી છે. ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓને પૂરતી શૈક્ષણિક સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે તેમ જણાવી  પંકજ ભટ્ટે મિશન વિદ્યા, તાસ પદ્ધતિથી શિક્ષણ, ઓનલાઇન હાજરી, એકમ કસોટી, શાળા પ્રવેશોત્સવ, શાળા ગુણોત્સવ, હોમ લર્નિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બ્રીજ કોર્સ વગેરે જેવી અનેક શૈક્ષણિક બાબતો પર સરકાર હાલ નિર્ણય પૂર્વક કામગીરી કરી રહી છે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર સિદ્ધિઓ પણ મેળવી રહી છે.

- Advertisement -

આ પ્રસંગે મેયર મતી બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, યુવાઓ સ્વાવલંબન બને, તેઓને ઉચ્ચ અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તેમજ શિક્ષણ વિદ્યાર્થીઓ માટે આર્થિક બોજારૂપ ન બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઈ-નમો ટેબલેટ, SHODH યોજના તેમજ MYSY યોજના હેઠળ સ્કોલરશિપ આપવામાં આવી છે યુવાઓને શૈક્ષણિક ક્ષેત્રે સ્વાવલંબન બનવા રાજ્ય સરકાર મદદરૂપ થઇ રહી છે.

કાર્યક્રમના સ્થળે વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે ઈ-નમો ટેબલેટ, શોધ યોજના તેમજ MYSY યોજના અંતર્ગત સ્કોલરશીપના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમગ્ર જામનગર જિલ્લામાં વિવિધ ૩૩ શાળાઓમાં રૂ.૧ કરોડ ૧૯ લાખથી વધુના ખર્ચે ૧૦૭ વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ  તેમજ ૧૬ શાળાઓમાં નવી ૪૩ વર્ગખંડોનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું તેમજ જામજોધપુર તાલુકાની સણોસરી માધ્યમિક શાળા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICT  લેબનુ પણ ધારાસભ્ય  રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

- Advertisement -

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારિયા, ડે.મેયર  તપનભાઈ પરમાર, શહેર ભાજપ પ્રમુખ  વિમલ કગથરા, જિલ્લા વિકાસ અધિકારી  મીહીર પટેલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ  અનુપ ઠાકર, ડે.કમિશનર  વસ્તાણી, શિક્ષણવિદો, શહેરીજનો તેમજ બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular