Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયકાલે બપોરે જાહેર થશે લોકસભા ચૂંટણીની તારીખ

કાલે બપોરે જાહેર થશે લોકસભા ચૂંટણીની તારીખ

બે નવા ચૂંટણી કમિશનરોએ સંભાળ્યો ચાર્જ : કાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ : રાજ્કીય પક્ષો સાબદા બન્યાં

- Advertisement -

લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણીની તારીખોનું આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીપંચ એલાન કરશે. ચૂંટણીપંચ દ્વારા આવતીકાલે બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં લોકસભા ચૂંટણી-2024નો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

- Advertisement -

કાઉન્ટડાઉન બે ચૂંટણી કમીશનરોએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળવાની સાથે જ શરૂ થઇ ગયું છે. આજે સવારે બે નવા ચૂંટણી કમીશનરોએ ચાર્જ સંભાળી લીધો છે એ સાથે જ ચૂંટણી પંચમાં બેઠકોના દોર શરૂ થઇ ગયા છે. અત્રે એ નોંધનીય છે કે ચૂંટણી પંચમાં હવે કમીશનરોનું કોરમ પુરૂ થઇ ગયું છે. ચૂંટણી સાત તબક્કે યોજાય તેવી શક્યતા છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા લાગુ થઇ જશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ 2019ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ 2019ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરોના બે ખાલી પડેલા પદ પર નિમણુંક કરવામાં આવી છે. વડા પ્રધાનની અધ્યક્ષતામાં ગઈકાલે ગુરુવારે મળેલી પસંદગી સમિતિની બેઠકમાં કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના બલવિંદર સંધુને ચૂંટણી કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતાં. આ બેઠકમાં વિપક્ષના નેતા અધીર રંજને પણ ભાગ લીધો હતો.વર્ષ 2019 જમ્મુ કાશ્મીરના વિભાજન અને પુર્નગઠન બાદથી રાજયમાં કેન્દ્રીય સાશન છે, જમ્મુ કાશ્મીરના લોકો વિધાનસભાનું ગઠન કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ અનેક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળ્યા હતા. તમામ પક્ષોએ જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ માંગ કરી હતી. અહેવાલો અનુસાર લોકસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ જેવા રાજયોમાં વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular