ચીનમાં કોરોના મહામારીને લઈને સરકારની દમનકારી નીતિને કારણે લોકોમાં ડરનો માહોલ છે. ઝીરો કોવિડ પોલિસીને કારણે ગણ્યાંગાંઠ્યા કેસ સામે આવવા પર પણ કરોડોની વસ્તીવાળા શહેરમાં તત્કાલ લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. નિયંત્રણોનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે વર્તમાનમાં ચીનના 27 શહેરોમાં લોકડાઉન લાગૂ છે. આ શહેરોમાં રહેતા 16.5 કરોડ લોકો પોત-પોતાના ઘરોમાં બંધ છે. તેમાં સૌથી ખરાબ સ્થિતિ ચીનની આર્થિક રાજધાની શાંઘાઈની છે. સંક્રમણ પિક પર પહોંચવા દરમિયાન શહેરમાં એક દિવસમાં લગભગ 10 હજાર કોરોના કેસ નોંધાયા હતા. આ વચ્ચે રાજધાની બેઇજિંગમાં પણ મોટા પાયે લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
મહામારી દરમિયાન ચીન પોતાની ઝીરો કોવિડ પોલિસી પર અડગ છે. તે હેઠળ વાયરસ રોકવા માટે લોકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટીન અને સરહદો બંધ કરવા જેવા આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. પરંતુ વધુ સંક્રામક ઓમીક્રોન વેરિએન્ટને કારણે ઝડપથી વધતા કેસોએ ચીનની આ પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે. કોરોના વાયરસ ઝડપથી ચીનના અલગ-અલગ પ્રાંતમાં ફેલાય રહ્યો છે. તેવામાં ચીનની ઝીરો કોવિડ પોલિસીના આકરા પ્રતિબંધોની અસર જોવા મળી રહી નથી. તો પ્રતિબંધોને કારણે લોકો ભૂખે મરવા માટે મજબૂર છે. સીએનએનના રિપોર્ટ અનુસાર ચીને દેશભરમાં ઓછામાં ઓછા 27 શહેરોમાં પૂર્ણ કે આંશિક લોકડાઉન લગાવ્યું છે. તેવામાં આ પ્રતિબંધોને કારણે 16.5 કરોડ લોકો ઘરમાં બંધ છે. આ લોકોને ઘરમાંથી બહાર નિકળવા દેવામાં આવતા નથી. લોકોને જીવન જરૂરીયાતની વસ્તુનો સ્કોર કરવાની પણ મંજૂરી આપવામાં આવી રહી નથી. તેવામાં એક કે બે કેસ મળવાથી લોકો ડરને કારણે ખરીદી કરી રહ્યાં છે. આ કારણે ચીનના શહેરોમાં ખાવા-પીવાની વસ્તુ અને બીજા જરૂરી સામાનની કમી થવા લાગી છે.
ચીનમાં કોરોનાના કેસ માર્ચ મહિનામાં વધવાના શરૂ થયા હતા. ત્યારબાદ જલદી સંક્રમણ દેશમાં ફેલાવા લાગ્યું. 2022માં વુહાનથી શરૂ થયેલ સંક્રમણ પણ વર્તમાન ગતિના મુકાબલે ધીમુ હતું. પ્રકોપના શરૂઆતી તબક્કા દરમિયાન પૂર્વોત્તર જિલિન પ્રાંત ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. અધિકારીઓએ પ્રાંતીય રાજધાની ચાંગચુનમાં 11 માર્ચે લોકડાઉન લાગૂ કર્યું હતું. ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં 1 માર્ચથી લઈને અત્યાર સુધી ઓછામાં ઓછા પ લાખ કેસ નોંધાયા છે. ત્યારબાદ આ શહેરમાં પણ અધિકારીઓએ લોકડાઉન લગાવી દીધુ હતું. પરંતુ છેલ્લા બે સપ્તાહમાં શાંઘાઈમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. તેવામાં અધિકારીઓ પ્રતિબંધોમાં છૂટ આપવાની તૈયારી કરી રહ્યાં છે. આ વચ્ચે બેઇજિંગમાં મોટા પાયે ટેસ્ટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં શહેરના 20 લાખ લોકો સામેલ છે.