Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકેન્દ્રિય કર્મીઓને ઘર માટે અપાતી લોનના વ્યાજ દરમાં રાહત

કેન્દ્રિય કર્મીઓને ઘર માટે અપાતી લોનના વ્યાજ દરમાં રાહત

- Advertisement -

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે આ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારી કર્મચારીઓને ઘર બનાવવા માટે મળતી બિલ્ડીંગ એડવાંસના વ્યાજ દર પહેલા કરતા ઘટાડી દીધા છે. હાઉસ બિલ્ડીંગ એડવાંસ હોમ લોન જ હોય છે, જે સુવિધા કેન્દ્રીય કર્મચારીઓને એડવાંસ તરીકે આપવામાં આવે છે.
પહેલા તેના વ્યાજદર 7.9 ટકા હતા, જેને હવે ઘટાડીને 7.1 ટકા કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શન માટે મોંઘવારી રાહતમાં વધારો કર્યા બાદ આ મોટી જાહેરાત છે. બિલ્ડીંગ એડવાંસ રેટ પર આપવામાં આવતી છૂટની નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે. તેમાં કેન્દ્રીય કર્મચારીઓને હવે હોમ લોનના ઈએમઓઆઈ અથવા હપ્તા પહેલા કરતા ઓછા આપવામાં આવશે.

- Advertisement -

આ બિલ્ડીંગ અલાઉસને હાઉસ બિલ્ડીંગ એડવાંસ માનવામાં આવે છે, જે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓને પહેલા એચબીએ નહોતું મળતું, પણ 1 ઓક્ટોબર 2020થી આ સ્પેશિયલ સ્કીમની શરૂઆત કરવામાં આવી છે. એચબીએ અંતર્ગત કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને ઘર બનાવવા માટે સસ્તા દરે એડવાંસ આપે છે. જેને એચબીએ કહેવાય છે. કર્મચારીઓ માટે મોટી રાહત એ છે કે, સરકારે તેના શરૂઆતી વ્યાજદર 7.9 ટકાથી ઘટાડીને હવે 7.1 ટકા કરી દીધું છે.

કેન્દ્ર સરકાર તરફથી એચબીએનો લાભ સ્થાયી અને અસ્થાયી બંને પ્રકારના કર્મચારીઓને આપવામાં આવશે. જો કે, અસ્થાયી કેન્દ્રીય કર્મચારીઓ માટે પ વર્ષની શરત રાખવામાં આવી છે, એટલે કે જે અસ્થાયી કર્મચારીઓએ પ વર્ષ સતત નોકરી કરી છે. તેમને સરકાર તરફથી સસ્તામાં ઘર બનાવવા માટે એચબીએનો લાભ આપવામા આવે છે. માની લો કે કોઈ સરકારી કર્મચારી પોતાની જમીન પર ઘર બનાવા માગે છે, તો તે સરકાર પાસેથી એચબીએ અંતર્ગત ફંડ મેળવી શકે છે. ફંડનો ઉપયોગ હોમ લોન લેવા માટે ડાઉન પેમેન્ટ તરીકે કરી શકાય છે. એટલા માટે ફંડનું નામ હાઉસ બિલ્ડોંગ એડવાંસ આપવામાં આવ્યું છે. એચબીએ પર વ્યાજ દર ઘટાડીને 7.1 ટકા કરી દેવામાં આવ્યું છે. સરકારે આ કાપ 12 મહિના માટે કર્યો છે, જે 1 એપ્રિલ 2022થી લાગૂ થશે અને 31 માર્ચ 2023 સુધી લાગૂ રહેશે. આ પુરા સમયમાં સરકારી કર્મચારીઓને એચબીએના વ્યાજ દર 7.1 ટકાના દરથી ચુકવવાના રહેશે. આ એડવાંસ વિશે સાતમા પગારપંચની ભલમણોમાં પણ જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular