મોરબીમાં પૂલ હોનારત સર્જાઈ હતી, જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામના મૂળ વતની અને છેલ્લા 40 વર્ષથી જામનગરમાં રહેતા મુસ્લિમ પરિવારના ત્રણ સભ્યો માતા- પુત્ર અને પુત્રી કે જેઓ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે, જેઓનું મૂળ વતન ખરેડી ગામ હોવાથી મૃતદેહોને ખરેડી ગામે લઈ જવાયા છે, જ્યાં દફનવિધિ કરવામાં આવી રહી છે.
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી રહેતા અને મૂળ ખરેડી ગામના વતની એવા બાપુશા બાનવા (36 વર્ષ) કે જેમના પત્ની નશિમબેન બાપુશા બાનવા (33વર્ષ) 10 વર્ષનો પુત્ર નવાજ તથા આઠ વર્ષની પુત્રી તમન્ના કે જે ત્રણેય રજા અને વેકેશનનો સમય ચાલતો હોવાથી મોરબીમાં નસીમબેન ના માતા પિતા રહેતા હોવાથી ત્યાં રોકાવા ગયા હતા, અને નશિમબેન અને તેમના માતા-પિતાના પરિવારના કુલ આઠ સભ્યો નવો પુલ જોવા માટે ગયા હતા.
જે પૂલ દુર્ગઘટનાગ્રસ્ત બન્યા પછી માત્ર એક બાળક બચ્યો હતો જ્યારે કુલ સાત સભ્યોના મૃત્યુ થયા હતા. જેમાં જામનગરના ત્રણ મૃતકોનો સમાવેશ થાય છે. આજે સવારે નસીમબેન તથા પુત્ર નવાજ અને પુત્રી તમન્ના ના મૃતદેહો એમ્બ્યુલન્સ મારફતે જામનગર તરફ આવ્યા હતા અને તેઓનું વતન ખરેડીમાં હોવાથી ત્યાં લઈ જવાયા હતા, અને દફનવિધિ કરવામાં આવી રહી છે.