જામનગરમાં પટેલ પાર્ક પાસે આવેલ એક પાનની દુકાનમાંથી બે શખ્સો મોબાઈલની ચોરી કરી ગયા છે. પાનની દુકાને પાન લેવાના બહાને આવેલા બે શખ્સોએ દુકાનદારનું ધ્યાન ભટકાવીને મોબાઈલની ચોરી કરી નાશી છુટયા હતા.આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
જેમાં જોઈ શકાય છે કે એક સખ્શ દુકાનદારનું ધ્યાન ભટકાવી દુકાનમાંથી મોબાઈલ ઉઠાવે છે અને ત્યાં આવેલા અન્ય સખ્શને મોબાઈલ આપી દે છે અને બાદમાં તે ફોન લઇ નાશી છુટે છે.