જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં તા.19 ફેબ્રુઆરીના રોજ ત્રણ લીવર સર્જરીનું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સર્જરી વિભાગના ફેકલ્ટી તથા રેસિડેન્ટ ડોક્ટરની મહેનતથી ત્રણ લીવર સર્જરીનું લાઈવ બ્રોડકાસ્ટિંગ યુટ્યુબ ચેનલના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેની મદદથી સેમિનાર હોલમાં અન્ય ફેકલ્ટી તથા રેસિડેન્ટ ડોકટરો લાઈવ સર્જરી જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ ફેકલ્ટી ડોક્ટર્સ તથા રેસિડેન્ટ ડોકટરોએ લીધો હતો. આ સર્જરી યુટ્યુબ ચેનલમાં પણ હોવાથી વિશ્વમાં ગમે ત્યાં જોઈ શકાતી હોવાથી તબીબી શિક્ષણ હેઠળ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે.