જામનગર શહેરની કોલેજોમાં વિદ્યાર્થીઓને પડતી સમસ્યા સાંભળવા માટે એનએસયુઆઈ-જામનગર દ્વારા તા.2 થી 11 જાન્યુઆરી સુધી કેમ્પસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ 2023 ની શરૂઆતથી જ વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ સાંભળવા તેમજ તેનું નિરાકરણ કરવાના હેતુથી જામનગર એનએસયુઆઈ દ્વારા જામનગર શહેરની તમામ કોલેજોમાં કેમ્પસ યાત્રા યોજાશે. જેમાં તા.2 જાન્યુઆરીના રોજ એચ.જે. દોશી કોલેજ, તા.3 જાન્યુઆરીના પોલીટેકનિક કોલેજ, તા.4 જાન્યુઆરીના આઈટીઆઈ જામનગર, તા.5 જાન્યુઆરીના ડી.કે.વી. કોલેજ, તા.6 જાન્યુઆરીના વિદ્યાસાગર કોલેજ, તા.7 જાન્યુઆરીના વી.એમ. મહેતા કોલેજ, તા.9 જાન્યુઆરીના એસ.વી.ઈ.ટી.કોલેજ, તા.10 જાન્યુઆરીના હરિયા કોલેજ તથા તા.11 જાન્યુઆરીના એમ.પી. શાહ કોલેજમાં યાત્રા યોજાશે.
આથી જામનગર શહેરના તમામ વિદ્યાર્થીઓને કોઈપણ શૈક્ષણિક સમસ્યા હોય તો એનએસયુઆઈ-જામનગરનો આ યાત્રા દરમિયાન સંપર્ક સાધી શકાશે. યાત્રાનો સમય સવારે 10 થી 11 નો રહેશે તેમ જામનગર યુવક કોંગે્રસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, જામનગર ઉત્તર યુવક કોંગે્રસ મંત્રી શકિતસિંહ જેઠવા, એન.એસ.યુ.આઈ. ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, એનએસયુઆઈ જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ તથા જામનગર જિલ્લા પ્રમુખ સન્નીભાઈ આચાર્યની યાદી જણાવે છે.