Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયબહુમાન : બેંગ્લોરના ખાડાનું ગુગલ પર થયું લિસ્ટિંગ

બહુમાન : બેંગ્લોરના ખાડાનું ગુગલ પર થયું લિસ્ટિંગ

- Advertisement -

તમે દેશ-દુનિયાના ફેમસ રસ્તાઓ વિશે તો અનેક વાર સાંભળ્યું જ હશે. તે તમને ગૂગલ મેપ પર પણ મળી રહેશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ રસ્તો તેના ખાડાના કારણે ગૂગલ મેપ પર જોવા મળે. આવું વાસ્તવમાં બન્યું છે.

- Advertisement -

આજકાલ ગૂગલ મેપ્સ પર એક ખાડો છવાયેલો છે એ પણ સંપૂર્ણ ફાઇવ સ્ટાર રેટિંગ સાથે. તેને એક ઐતિહાસિક સીમાચિહ્ન તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. હવે આ જોઈને નેટિઝન્સને ઈન્ટરનેટ પર એક્ટિવ રહેવાનું વધુ એક કારણ મળી ગયું છે. આ ખાડો બેંગ્લોરમાં છે. ભારતની સિલિકોન વેલી કહેવાતું આ શહેર અત્યાર સુધી તેના હવામાન અને જામ માટે પ્રખ્યાત હતું, પરંતુ ભૂતકાળમાં આવેલા પૂર બાદ અહીંના ખાડાઓ ખૂબ ચર્ચામાં છે. ગૂગલ મેપ પર લિસ્ટેડ એબાઇઝર્સ પોટ, આ ખાડો બેલાંદુર વિસ્તારમાં છે. નિમ્મો તાઈ નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે 10 લોકોએ આ ખાડાને રેટ કર્યું છે અને દરેકે તેને ફાઈવ સ્ટાર રેટિંગ આપ્યું છે. એટલું જ નહીં, આ માટે સકારાત્મક રિવ્યુ પણ લખવામાં આવ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘ખૂબ સરસ ખાડો. ઓછામાં ઓછા એક વખત અહીં મુલાકાત લેવી જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular