જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આવતીકાલે પતંગ રસિકો દ્વારા પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન પતંગની દોરના કારણે વિજ વાયરોમાં ફોલ્ટ સર્જાતા વિજ પુરવઠો ખોરાવવાની ઘટનાઓ પણ બની શકે છે. ત્યારે જામનગર પીજીવીસીએલ દ્વારા મકર સંક્રાંતિએ વિજ ફોલ્ટની ઘટના માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.