જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ આશાપુરા મંદિર પાસેના વિસ્તારમાં રહેતાં રાજ દિપક ભદ્રા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ મળી આવતા પોલીસે રાજની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી. જામનગર શહેરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાંથી પસાર થતા વિજય પ્રાગજી વાઘેલા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે વિજયની ધરપકડ કરી હતી.