Monday, December 23, 2024
Homeરાજ્યલાયન @47 : વિઝન ફોર અમૃતકાળ વિઝન ડોકયુમેન્ટ તૈયાર કર્યુ

લાયન @47 : વિઝન ફોર અમૃતકાળ વિઝન ડોકયુમેન્ટ તૈયાર કર્યુ

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને રાજ્યસભામાં કેન્દ્રીય રાજ્યમંત્રીનો પ્રત્યુતર

- Advertisement -

ગુજરાતના ગીરમાં એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે પ્રોજેકટ અંગે રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્ર સરકાર દ્વારા થયેલ કામગીરી અંગે રાજ્યસભામાં માહિતી માંગી હતી. આ અંગે કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીએ સિંહોના સંરક્ષણ માટે લાયન ઽ47 : વિઝન ફોર અમૃતકાળ વિઝન ડોકયુમેન્ટ તૈયાર કર્યુ હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -

કેન્દ્ર સરકારે ગુજરાતના ગીરમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રોજેકટ લાયનના ભાગરૂપે સિંહોના સંરક્ષણ માટે લાયન ઽ47 : વિઝન ફોર અમૃતકાળ ડોકયુમેન્ટ કર્યુ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન એન જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી અશ્ર્વિનીકુમાર ચૌબેએ 22 ડિસેમ્બર 2022 ના રોજ રાજ્યસભાના રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી એ પૂછેલા પ્રશ્ર્નનો જવાબ આપતા આ વિગતો આપી હતી.

મંત્રીના નિવેદન મુજબ, સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુન:સ્થાપિત કરવા માટે તેની વધતી જતી વસ્તુનું સંચાલન કરવા, સ્થાનિક લોકોની આજીવિકા વધારવા અને સ્થાનિક સમુદાયોની સંરક્ષણમાં ભાગીદારી વધારવા માટેના લક્ષ્યાંકોનો સમાવેશ કરી લાયન ઽ47 : વિઝન ફોર અમૃતકાળ નામનું પ્રોજેકટ લાયન ડોકયુમેન્ટ ત્ કરવામાં આવ્યું છે. આ ડોકયુમેન્ટમાં ડાલામથ્થાને થતા રોગના નિદાન અને સારવાર તથા પ્રોજેકટ લાયન પહેલ દ્વારા સમાવેશી જૈવવિવિધતાના સંરક્ષણ માટેના જ્ઞાનનું વૈશ્ર્વિક હબ બનાવવાનો પણ તેમાં સમાવેશ કરાયો છે. પ્રોજેકટ લાયન સંરક્ષણ અને પર્યાવરણ – વિકાસને એકીકૃત કરીને ગુજરાતમાં જીવસૃષ્ટિ આધારિત એશિયાટિક સિંહના સંરક્ષણની કલ્પના કરે છે તેમ નિવેદનમાં જણાવાયું છે.

- Advertisement -

નથવાણી જાણવા માગતા હતાં કે, શું પ્રોજેકટ લાયન અને / અથવા તૈયાર કરવામાં આવેલા રોડમેપ માટે કોઇ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે કે કેમ ? આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેટક લાયન માટે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન આપવામાં આવેલા ભંડોળની વિગતો અને શું ગુજરાત સરકારે કેન્દ્ર તરફથી મળેલા પ્રોજેકટ લાયન ફંડના ઉપયોગનો અહેવાલ સુપરત કર્યો છે. કે કેમ ?

મંત્રીના નિવેદનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, આ પ્રોજેકટ ગુજરાતના ગીર પ્રદેશમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. જે એશિયાઈ સિંહનું છેલ્લું ઘર છે. પ્રોજેકટ ટાઈગર, જે દેશભરમાં આવેલા 53 વાઘ અભ્યારણ્યોમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં મૂકાયો છે. અને પ્રોજેકટ લાયન બંને આપણા ગૌરવ સમાન પ્રજાતિઓ જ્યાં વસવાટ કરે છે તેની આખી ઈકો સિસ્ટમનું સર્વગ્રાહી સંરક્ષણ કરવાના વિચારનો સમાવેશ કરે છે.

- Advertisement -

મંત્રીના નિવેદન અનુસાર પ્રોજેકટ લાયન ગુજરાત રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી જેવા અન્ય હિતધારકો દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્ય સરકારને કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના ‘વન્ય જીવ આવાસનો વિકાસ’ હેઠળ એશિયાીટક સિંહો સહિત વન્ય જીવોના સંરક્ષણ માટે ગુજરાત રાજ્યને રૂા.124.58 લાખની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત એશિયાટિક લાયન ક્ધઝર્વેશન પ્રોજેકટ હેઠળ 2018-19 દરમિયાન જારી કરાયેલા રૂા.1641.42 લાખના અનુદાનનું પૂન: પ્રમાણિકરણ પણ આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. નિવેદન મુજબ ગુજરાત રાજ્ય સરકારે એશિયાટિક લાયન્ ક્ધઝર્વેશન પ્રોજેકટ હેઠળ કેન્દ્રના હિસ્સા તરીકે જાહેર કરાયેલા ભંડોળ માટે ઉપયોગિતા પ્રમાણપત્ર સુપ્રત કર્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular