હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ભારે આવક થઇ રહી છે. ગત સપ્તાહ દરમિયાન પણ માત્ર 12 કલાકમાં મગફળીની ભારે આવક થતાં આવક બંધ કરવી પડી હતી. ત્યારે આજે ફરી વખત મગફળીની આવક થતાં યાર્ડમાં વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ખેડૂતો મગફળી લઇને યાર્ડ ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં. જેના પરિણામે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ભરેલા વાહનોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે, હાપા યાર્ડમાં ખેડૂતોને મગફળીના સારા ભાવો મળી રહે છે. ખાસ કરીને તમિલનાડુના વેપારીઓ મોટી સંખ્યામાં મગફળીની ખરીદી માટે આવતાં હોય અને તેમાં ઉંચા ભાવો બોલાતા હોય, ખેડૂતોને પુરતા ભાવો મળતાં ખેડૂતો મોટી માત્રામાં મગફળી લઇ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે.