Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતમાઠી દશા : ચોમાસા પર ફરી બ્રેક લાગવાની સંભાવના

માઠી દશા : ચોમાસા પર ફરી બ્રેક લાગવાની સંભાવના

- Advertisement -

ચોમાસાની ઝડપ પર એકવાર ફરી બ્રેક લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે સોમવાર એટલે કે આજથી આગામી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદની તીવ્રતા ઓછી થતી જશે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર- પશ્ચિમ ભારતમાં 19 ઑગષ્ટના ચોમાસાએ ઝડપ પકડી હતી અને મેદાની વિસ્તારોવાળા રાજ્યોમાં જોરદાર વરસાદ થયો, પરંતુ હવે 24 ઑગષ્ટથી ફરી નબળું થવાની સંભાવના છે. આવામાં તાપમાનમાં એકવાર ફરી વધારો જોવા મળી શકે છે. આ પહેલા 29 જૂનથી 11 જુલાઈ સુધી ચોમાસાના વરસાદ પર બ્રેક લાગી હતી. તો ઑગષ્ટના પહેલા 2 અઠવાડિયામાં પણ ઘણો નબળો વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે આખા દેશમાં ઓછો વરસાદ જોવા મળ્યો.

હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ સોમવારથી ઘણો ઓછો થાય તેવી સંભાવના છે. અમે ઓછામાં ઓછા 5 દિવસ માટે ફરીથી નબળા ચોમાસાની સ્થિતિની આશા કરી રહ્યા છીએ. હવામાન વિભાગ પ્રમાણે, આ દરમિયાન પશ્ચિમ દરિયાકિનારા અથવા ઉત્તર પશ્ર્ચિમ ભારતમાં ભારે વરસાદની આશા નથી, પરંતુ પૂર્વ રાજ્યો ખાસ કરીને પૂર્વોત્તરમાં વરસાદ થશે. આ મુખ્ય રીતે હિમાલયની તળેટીની ઉપર મોનસૂન ટ્રફના ઉત્તર તરફ ખસવાના કારણે થશે. આ જ કારણ હશે કે મેદાની વિસ્તારો ઘણી હદ સુધી સૂકા રહેશે. વિભાગ પ્રમાણે એક ટર્ફ લાઇન પૂર્વોત્તર રાજસ્થાનથી દક્ષિણ તમિલનાડુ અને તેને અડીને આવેલા શ્રીલંકાના દરિયાકિનારા સુધી બની છે, જે મધ્ય પ્રદેશ, વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા અને ઉત્તર તમિલનાડુના મધ્ય ભાગોથી પસાર થઈ રહી છે.

આ હવામાન સંબંધિત સ્થિતિઓના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારો અને આને અડીને આવેલા મધ્ય ભારતમાં આજે વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ અહીં વરસાદની ઝડપ ઓછી થાય તેવી સંભાવના છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ દરિયાકિનારા પર પણ વરસાદ ઓછો થાય તેવી આશા છે, પરંતુ આગામી 5 દિવસની અંદર દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ઘણી વ્યાપક ગતિવિધિઓ થવાની સંભાવના છે. 24 ઑગષ્ટ સુધી તમિલનાડુ, પોન્ડિચેરી અને કરાઈકલમાં અલગ-અલગ જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના છે. તો 24 ઑગષ્ટથી પૂર્વોત્તર ભારત, ઉપ-હિમાલયી પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં વરસાદની ગતિવિધિ વધવાની સંભાવના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular