રાજ્યમાં પહેલીવાર આ પ્રકારના ડ્રગ્સનું મેન્ચુફેક્ચરિંગ યુનિટ પકડાયું છે. સાથે જ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ તથા રોકડ રકમ જપ્ત કરાઈ છે. NCBની ટીમ હવે આ મામલે વધુ તપાસ કરશે અને ગેરકાયદેસર MD ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. મોટી સંખ્યામાં ડ્રગ્સનું રેકેટ મળતા આ મામલે હવે આખી લિંક સામે આવી શકે છે. મેફેડ્રોન ડ્રગ્સનું સેવન કરનારા લોકોમાં વધુ લોકપ્રિય હોય છે.
NCB ની રેડમાં પકડાયેલા ડ્રગ્સના આરોપીઓમાંથી એક પ્રકાશ પટેલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતો હતો. જ્યારે સોનું રામ નિવાસ આ ડ્રગ્સનું માર્કેટિંગ કરીને તેનું વેચાણ કરતો હતો. નોંધનીય છે કે, ડ્રગ્સ રાખવાના ગુનામાં NDPS એક્ટ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજા તથા 2 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
રાજ્યમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. વાપી-વલસાડ ખાતેથી 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરાઇ છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત આટલી મોટી માત્રામાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 20 કલાક જેટલું આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જે દરમ્યાન 85 લાખ રોકડ રકમ પણ મળી આવી.
પોલીસે બે માસ્ટર માઈન્ડ પ્રકાશ પટેલ અને સોનું નિવાસની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે પ્રકાશ ડ્રગ્સ બનાવતો હતો અને સોનું રામ માર્કેટિંગ કરતો હતો. અત્રે મહત્વનું છે કે, લોકલ માર્કેટમાં આ MD ડ્રગ્સની કિંમત ખૂબ વધારે છે. આ કેસ બાદ MD ડ્રગ્સની આખી લાઈન પકડાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ અગાઉ પણ સુરત પલસાણાના સાકી ગામેથી સવા કરોડ જેટલા કિંમતનો ગાંજો પકડાયો હતો. અહીં આવેલા શ્રી રેસિડન્સીના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 204 માંથી 1142 કિલો ગાંજો મળી આવ્યો હતો. ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
તદુપરાંત અગાઉ 175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સાહિદ કાસમ દુબઈથી દિલ્હી એરપોર્ટ ઉતરતા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પહેલાં 5 પાકિસ્તાની નાગરીકો ઝડપાયા હતાં. તેમને મધદરિયે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યાં હતાં.
દારૂની માફક ડ્રગ્સમાં પણ ગુજરાત સમાજદ્રોહી તત્વોની ચુંગાલમાં !
રાજયમાં પ્રથમ વખત ડ્રગ્સ બનાવવા માટેની ફેકટરી ઝડપાઇ: 175 કરોડનું હેરોઇન-રૂપિયા સવા કરોડનો ગાંજો અને રૂા.85લાખ રોકડા સાથે સાડા ચાર કિલો ડ્રગ્સ !: આ ગાંધીનું ગુજરાત છે ?!