દેશભરમાં ચોમાસું સક્રિય થતાંની સાથે જ અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. જેમાં ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અવકાશી વીજળી પાડવાથી 68 લોકોના મૃત્યુ થયા છે. માત્ર ઉત્તરપ્રદેશના જ અલગ અલગ જીલ્લાઓમાં વીજળી પાડવાથી 41 લોકોના મૃત્યુ નીપજ્યા છે. તો રાજસ્થાનના જયપુરમાં આમેર મહેલ પર વીજળી પડતા સેલ્ફી લઇ રહેલા 11 લોકોના મૃત્યુ નીપજ્યા છે. તથા રાજ્યની અન્ય જગ્યાએ 9લોકોના મૃત્યુ નીપજ્યા છે. મધ્યપ્રદેશમાં વીજળી પડવાથી 7લોકોના મૃત્યુ નીપજ્યા છે.
ઉત્તરપ્રદેશ સરકારના જણાવ્યા મુજબ પ્રયાગરાજમાં સૌથી વધુ 14 લોકોના વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યા છે. આ સિવાય કાનપુર, દેહાત અને ફતેહપુરમાં 5-5 લોકોના મૃત્યુ, કૌશાંબીમાં 4, ફીરોઝાબાદમાં 3, ઉન્નાવ, હરિપુર અને સૌનભદ્રમાં 2-2 લોકોના તેમજ પ્રતાપગઢ અને મિર્ઝાપુરમાં 2 લોકોના મૃત્યુ નીપજ્યા છે.
જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર વીજળી પડી હતી. અહીં ફરવા આવેલા 35થી વધુ ટૂરિસ્ટ એની ઝપટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મૃત્યુ થયા છે. જયારે ધૌલપુરમાં 3, કોટામાં 4, ઝાલાવાડ, બારાંમાં 1-1 વ્યક્તિના મૃત્યુ થયા છે. રાજસ્થાનમાં જે લોકોના વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યા છે તેના પરીવારજનોને રાજ્ય સરકાર દ્રારા 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં પણ વીજળી પડવાથી 7લોકોના મૃત્યુ નીપજ્યા છે.