જામજોધપુર તાલુકાના વેરાવળ ગામે રહેતાં અલતાફ ગુલમામદ દ્વારા ફરિયાદ નોંધાવેલ કે તા.4-5-2013ના રોજ માવો ખાવા બજારમાં ગયા હતાં. ત્યારે તેની પાસે તેનો મિત્ર ફારુક ઈબ્રાહિમ મોટરસાઈકલમાં આવેલ અને ફરિયાદીને કહેલક ે મારે નાગોરી હાજી પાસે ઉછીના આપેલ પૈસા લેવા જવું છે. મારી સાથે ચાલ અને મોટરસાઈકલ આપતા ફરિયાદીએ ચાલુ કરેલ અને તેની પાછળ ફારૂક ઈબ્રાહિમ બેસીને વીળી ગામના સીમમાં પાડાતળ પાસે પહોંચતા રસ્તામાં આરોપી નાગોરી હાજી તથા આમદ હાજી રસ્તા પર મળેલ અને બન્ને મોટરસાઈકલ પરથી ઉતારીને નાગોરીને કહેલ કે મારા પૈસા લેવા આવેલ છું. મારા પૈસા આપ એમ ફારુકે કહેતા નાગોરીએ તેના હાથમાં બંધુક હતી તેનો ભડાકો કરતા ફારુકના જમણા પડખામાં લાગી હતી અને આરોપી આમદ એ ફારુકને લાકડી વડે માર માર્યો હતો અને ત્યારબાદ બન્ને આરોપી નાશી ગયા હતાં અને ફારુકને દવાખાને સારવાર માટે લઇ ગયા હતાં. ત્યાં ફારુકને મૃત જાહેર કર્યો હતો. આ અંગેની ફરિયાદ ફરિયાદીએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા જામજોધપુર પોલીસ દ્વારા આઈપીસી કલમ 302, 114 મુજબ ગુનો નોંધી તપાસના અંતે ચાર્જશીટ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
આ કેસ જામનગર સેશન્સ અદાલત સમક્ષ ચાલવા ઉપર જામનગર સેશન્સ જજ વી.જી. ત્રિવેદીએ આરોપી નાગોરીને તકસીરવાન ઠરાવેલ અને આરોપી નં.2 આમદ હાજીને છોડી મૂકયો હતો. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી નાગોરી હાજી ને ઉમરકેદની સજા આપી હતી. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ રાજેશ રાવલ રોકાયા છે.