Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસિક્કા શહેર કોંગ્રેસના નવનિયુક્ત્ત હોદેદારોને નિમણૂંક પત્ર અપાયા

સિક્કા શહેર કોંગ્રેસના નવનિયુક્ત્ત હોદેદારોને નિમણૂંક પત્ર અપાયા

- Advertisement -

સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત વિવિધ હોદ્દેદારોની નીમણુંક પત્ર સાથે સ્વાગત કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઇ ઠાકોરની સુચનાથી તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયાનાં માર્ગદર્શનથી તા. 9ના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિહ જાડેજા, સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના પ્રભારી અને જામનગર શહેર કોંગ્રેસના મહામંત્રી હારુનભાઇ પલેજા, સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અસગર હુશેન સુંભણીયા, સિક્કા નગર પાલિકાના ચેરમેન કાદરબાપુ, ઉપપ્રમુખ અસગર દાઉદ ગંઢાર, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ મોરી, ભરતસિહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ દાઉદભાઇ ગંઢાર, જામનગર જીલ્લા કોંગ્રેસના માલધારી સેલના અધ્યક્ષ બાલુભાઈ લુણા, જામનગ તાલુકા પંચાયતના સદસ્ય ગિરિરાજસિંહ રાઠોડ, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રસિંહ જાડેજા, વરિષ્ઠ આગેવાન લગધિરસિહ સિક્કા નગરપાલિકાના સદસ્યો અસગરભાઇ, વલીબાપુ, અબુબકર સુંભણીયા, અફસાનાબેન, શહેર કોંગ્રેસના હોદ્દેદારો, વિવિધ સમાજના આગેવાનો, જમાતના પ્રમુખો, જમાતના આગેવાનો કોંગ્રેસ પક્ષના કાર્યકરો તથા શહેરના નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનભાઇ મોરી મહામંત્રી જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ એ કર્યું હતું.

- Advertisement -

સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના વિવિધ સેલ મોરચાના હોદ્ેદારોની નિમણૂંક કરાઇ હતી. જેમાં મહિલા મોરચાના પ્રમુખ તરીકે કુલસમબેન ભટ્ટી, ઉપપ્રમુખ ફરીદાબેન ભાયા, માઇનોરીટી સેલના પ્રમુખ તરીકે અકબર કુંગડા, ઓબીસી સેલ પ્રમુખ તરીકે શબ્બીર ગજીયા, માલધારી સેલ પ્રમુખ તરીકે પબુભાઇ ગઢવી, રાજીવ ગાંધી પંચાયતી રાજ પ્રમુખ તરીકે લાલાભાઇ મોરી, સાગરખેડૂ સેલ પ્રમુખ તરીકે ઇકબાલ હુંદડા, સરકારી કર્મચારી સેલ પ્રમુખ તરીકે જેરામભાઇ સોલંકી, એસટીએસસી સેલ પ્રમુખ ભીખાભાઇ પરમારની નિમણૂંક કરાઇ છે.

- Advertisement -

આ ઉપરાંત સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અસગર સુંભાણીયા, ઉપપ્રમુખ તરીકે રજાક પાલાણી, કાસમ કક્કલ, સલીમ ખેડૂ, ગોવિંદભાઇ રાણવા, ભાવેશભાઇ અસ્વાર, સાલેમામદ ખીમાણી, અલી હુંદડા, મહામંત્રી તરીકે હારુનભાઇ મોડા અને ફિરોઝ પાલાણી, મંત્રી તરીકે તાલબ હુંદડા, અલ્તાફ ભાયા, ફિરોજ સુંભણીયા, સુલેમાન ભગાડ, ગિરીરાજસિંહ જાડેજા કરણસિંહ રાઠોડ, અકબર હુંદડા, અઝિઝ ગંઢાર, અઝીઝ ખેડૂ, જુનેદ ભગાડ, સહમંત્રી તરીકે ઇસ્માઇલ કમોરા, ઇસ્માઇલ ગજીયા, અકબર ગંઢાર, જોગલ નાનજીભાઇ, જુસબ ભટ્ટી તથા કોષાધ્યક્ષ તરીકે આશિષ સુંભણીયાની નિમણૂંક કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular