ટામેટાના આકાશે આંબતા ભાવની વચ્ચે ઓડિશાની છત્ર બજારમાંથી છેતરપીંડીનો એક કિસ્સો ખૂબ ચર્ચામાં છે. જેમાં એક ઠગે શાકભાજીવાળા પાસેથી 4 કિગ્રા ટામેટા લીધા અને પૈસા આપ્યા વિના ફરાર થઈ ગયો. તેણે આ છેતરપીંડીમાં 2 સગીર બાળકોનો ઉપયોગ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઠગે 2 સગીર બાળકોને કહ્યું કે, વોશિંગ મશીને ગાડીમાં ચડાવવાના છે, એટલા માટે તે તેમને 300 રૂપિયા આપશે. છોકરાઓ તેના માટે તરત તૈયાર થઈ ગયા અને તે વ્યક્ત સાથે જવા લાગ્યા. ઠગે તેમને એક શાકભાજીવાળા પાસે લઈ ગયો અને તે છોકરાઓને બેસાડી દીધા અને થોડી વાર રોકાવા માટે કહ્યું.
ત્યાર બાદ ઠગે શાકભાજીવાળા પાસેથી 10 કિલો ટામેટા લેવાની વાત કહી, જો કે પહેલા તે 4 કિલોગ્રામ લઈ જશે અને બાદ આવીને 6 કિલો લઈ જશે. તેણે શાકભાજીવાળાને કહ્યું કે, તેને આ શાકભાજી એક સંબંધીને આપવાની છે. કેમ કે બે બાળકો શાકભાજીવાળા પાસે બેસાડી રાખ્યા છે. દુકાનદારે તેના પર વિશ્વાસ કરતા તેને ટામેટા આપી જવા દીધો. જ્યારે તે શખ્સ કલાકો થયા છતાં પણ પાછો આવ્યો નહીં તો તેને શંકા ગઈ અને બે છોકરાઓ સાથે પુછપરછ કરી અને તે શખ્સ કેમ પાછો ન આવ્યો તેના વિશે પુછવા લાગ્યો. તો તે છોકરાઓ પણ કહેવા લાગ્યા કે, તે પણ તેની રાહ જોઈ રહ્યા છે. તેમને વોશિંગ મશીન ગાડીમાં ચડાવવા માટે બોલાવ્યા હતા.
દેશમાં અન્ય શહેરોની માફક હાલમાં ઓડિશામાં પણ ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. અહીંના નુઆપાડા જિલ્લામાં ટામેટાના ભાવ 240 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે. જિલ્લા પ્રશાસન ટામેટાના ભાવ પર રોક લગાવવામાં નિષ્ફળ રહ્યું છે. શાકભાજીને લઈને માર્કેટના જાણકારોનું કહેવું છે કે ઓગસ્ટના અંત સુધીમાં ટામેટાના ભાવ આવા જ રહેશે