Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસ્વ. એચ.આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ પ્રમુખ પૂનમબેન માડમ દ્વારા ગરબીની બાળાઓને લ્હાણી...

સ્વ. એચ.આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ પ્રમુખ પૂનમબેન માડમ દ્વારા ગરબીની બાળાઓને લ્હાણી વિતરણ

હાલારની 3000થી વધુ ગરબીઓની સવા લાખથી વધુ બાળાઓને લ્હાણી વિતરણ

- Advertisement -

શિક્ષણ આરોગ્ય ગૌસેવા તેમજ જનસેવાના અનેકવિધ પ્રકલ્પો સાથે દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જામમનગરના સ્વ. એચ.આર. માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ અને સંસદસભ્ય પૂનમબેન માડમના નેજા હેઠળ સેવાકાર્યની સતત સરવાણી વહે છે. સાથે સન્માન અને આરાધનાનો સમન્વય પણ કરવામાં આવે છે અને દરેક સુધી સેવા પહોંચે તે માટે દરેક પંથકના આગેવાનો હોદ્ેદારો કાર્યકર્તાઓ સ્વયંસેવકો સેવા સંસ્થાઓ ગ્રામજનો નગરજનો સહીત સૌ ઉત્સાહપૂર્વક જિલ્લાના પ્રજાજનો સુધી જન-જન સુધી સેવા અને સન્માન પહોંચાડવા માટે સતત કાર્યશીલ છે અને ટ્રસ્ટની આ સદ્ભાવનાનો વ્યાપ વધારતા જ રહ્યાં છે. ત્યારે દર વર્ષની જેમ આ વખતે વિવિધ ગરબીઓની બાળાઓને ભક્તિભાવપૂર્વક લ્હાણી વિતરણથી સંસદસભ્ય પૂનમબેનના નેજા હેઠળ એક પ્રકારના ભાવપૂર્ણ આરાધના યજ્ઞ સમાન કાર્ય સાકાર થયું હતું અને બાળાઓ તેમજ ગરબીના આયોજકો એ આ સદ્કાર્યને શક્તિની ભક્તિ સમાનનું ધર્મકાર્ય ગણાવ્યું હતું.

- Advertisement -

દરવર્ષની જેમ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માઁ જગદંબા સ્વરુપ નાની બાળાઓ જે ગામ નગર શહેરની ગલી, મહોલ્લા વાતાવરણને આદર આપવા માટે સ્વ. એચ.આર. માડમ મેમોરીયલ ટ્રસ્ટ-જામનગરના પ્રમુખ પૂનમબેન માડમ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાઓની આશરે ત્રણ હજારથી વધુ ગરબીઓમાં એક લાખ પાત્રીસ હજારથી વધુ બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

શક્તિ આરાધના માટે જ્યારે નવદુર્ગા સમાન બાળાઓ ગરબે ઘૂમતી હોય છે તેમને લ્હાણી વિતરણ એ નારી શક્તિનું સન્માન છે તેવા પ્રેરક બળ સાથે સંસદસભ્ય પૂનમબેન માડમએ શક્તિ સ્વરુપા બાળાઓનું ભાવસભર સન્માન કર્યું હતું. આ રીતે લ્હાણી વિતરણ ખરા અર્થમાં પ્રસાદ સમાન વિતરણ સમગ્ર સંસદીય વિસ્તારમાં કર્યું જેમાં સૌ ભાવપૂર્વક જોડાયા હતાં અને આ ભવ્ય સેવા સન્માન યજ્ઞનને સફળ બનાવ્યો હતો. સાથે સુદ્રઢ આયોજનથી સમગ્ર સંસ્કૃતિ ઉજાગરનો પ્રકલ્પ દિપી ઉઠયાના પ્રતિભાવો છેવાડાના ગામ છેવાડાના વિસ્તારમાંથી મળ્યા છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના તમામ ગામો નગરોના તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્ેદારો, સંચાલકો અને વોર્ડ પ્રમુખ નગરસેવક આગેવાનો સેવાભાવીઓ ભાઇઓ-બહેનો યુવાનો વડીલો સૌ દ્વારા લ્હાણી વિતરણના સમગ્ર આયોજન માટે પ્રસંશનિય જહેમત ઉઠાવવામાં આવી હતી અને લ્હાણીનું વિતરણ સુવ્યવસ્થિત કરવામાં આવ્યું તે અંગે સંસદસભ્ય પૂનમબેન માડમએ સૌની સમર્પિત સેવાઓને બિરદાવી હતી અને સૌનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular