મહાશિવરાત્રિના પર્વ પર ઉપવાસ, પૂજા, કથા અને ઉપાયોનું ખાસ મહત્વ રહેલું છે. સવારથી જ લોકો મહાદેવને રીઝવવા શિવલિંગ પર જલાભિષેક અને રુદ્રાભિષેક કરવામાં આવે છે.
અને ખાસ કરીને એવું માનવમાં આવે છે કે ભગવાન શિવનો પ્રિય ભોગ ભાંગ જ છે તેથી તમામ ભક્તોને ભાંગની પ્રસાદી આપવામાં આવે છે. ત્યારે જામનગરમાં પણ ભાંગના વેપારીઓ મહાશિવરાત્રિના દિવસે 400 લીટર ભાંગનું વેચાણ કરે છે. ભાંગના વેપારીઓ ભાંગ બનાવવા માટેની તમામ વસ્તુ રાજસ્થાનથી મંગાવે છે. અને મહાશિવરાત્રિના દિવસે 400 લીટરથી પણ વધુ ભાંગનું વેચાણ કરે છે.