Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયજાણો શુ છે મ્યુકોરમાઈકોસિસ અને તેનાથી બચવા શુ કરવું જોઈએ, ICMR એ...

જાણો શુ છે મ્યુકોરમાઈકોસિસ અને તેનાથી બચવા શુ કરવું જોઈએ, ICMR એ બહાર પાડી એડવાઈઝરી

- Advertisement -

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ એ ચિંતા વધારી છે. બ્લેક ફંગસને લઇને સરકાર દ્રારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

શુ છે મ્યુકરમાઈકોસિસ ?

મ્યુકરમાઈકોસિસ ફૂગના કારણે થાય છે. જે સામાન્ય રીતે માટી, છોડ, ખાતર, સડેલા ફળો અને શાકભાજીમાં હોય છે.. નીતિ આયોગના સભ્ય વી કે પોલના જણાવ્યા અનુસાર, હવે કોવિડ -19 ના ઘણા દર્દીઓમાં ફંગલ ઇન્ફેક્શનની ફરિયાદ જોવા મળી છે. આ ફૂગના ચેપને બ્લેક ફંગસ કહેવામાં આવે છે. જે ભીની સપાટી પર જોવા મળે છે.

- Advertisement -

મ્યુકરમાઈકોસિસના લક્ષણો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર બ્લેક ફંગસને લક્ષણો દ્વારા ઓળખી શકાય છે. જેમાં નાક બંધ થઇ જવું, નાક અને આંખની આસપાસ દુખાવો અને લાલ થઇ જવું, તાવ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, લોહીની ઉલ્ટીઓ થવી તેમજ માનસિક રીતે અસ્વસ્થ થવું જેવા લક્ષણો દેખાય છે.

- Advertisement -

બ્લેક ફંગસનું સંક્રમણ કઈ રીતે થાય છે ?

બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો શુગરના દર્દીઓને રહેલો છે અને અનિયંત્રિત શુગરવાળા લોકોને થઈ શકે છે. આ ઉપરાંત સ્ટેરોઈડના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી, લાંબા સમય સુધી આઈસીયુમાં રહેવાથી, કોઈ ગંભીર બીમારીથી પીડિત હોવાથી અને વોરિકોનાઝોલ થેરેપીથી સંક્રમણ થઈ શકે છે.

કોરોના પોઝીટીવ દર્દીઓએ આ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ

કોરોનાના દર્દીઓએ સ્વચ્છતાની કાળજી રાખવી જોઈએ. આ ઉપરાંત ધૂળવાળી જગ્યાઓ પર માસ્ક જરૂર પહેરે, ગાર્ડનિંગ કે માટીમાં કામ કરતી વખતે જૂતા, હાથ પગને ઢાંકતા કપડાં અને મોજા જરૂર પહેરે. ICMR ના જણાવ્યા અનુસાર કોરોનાથી સ્વસ્થ થઇ ચુકેલા વ્યક્તિઓએ હાઈપરગ્લઈસિમિયા પર નિયંત્રણ કરવું જરૂરી છે.

આ ઉપરાંત ડાયાબિટિક દર્દીઓએ બ્લડ ગ્લૂકોઝ લેવલ ચેક કરતા રહેવું જોઈએ. સ્ટેરોઈડ લેતી વખતે યોગ્ય સમય, યોગ્ય ડોઝ અને સમયગાળાનું ધ્યાન રાખો. ઓક્સિજન થેરેપી દરમિયાન ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જો દર્દી એન્ટીબાયોટિક્સ અને એન્ટીફંગલનો ઉપયોગ કરી રહ્યો છે તો તેમાં પણ સાવધાની રાખવી જોઈએ. મ્યુકરમાંઈકોસિસના લક્ષણો દેખાતા ડોક્ટરની સલાહ વગર કોઈ ઘરગથ્થું ઉપચાર ન કરવાની ICMR સલાહ આપે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular