Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબાળકોને વેક્સિન આપવા માટેની પ્રક્રિયા અને રજીસ્ટ્રેશન કેવી રીતે થશે જાણો અહીં

બાળકોને વેક્સિન આપવા માટેની પ્રક્રિયા અને રજીસ્ટ્રેશન કેવી રીતે થશે જાણો અહીં

1 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન, 3 જાન્યુઆરીથી વેક્સીનેશન

- Advertisement -

દેશભરમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. વયસ્કોની જેમ બાળકોને વેક્સિન આપવા માટે પણ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. બાળકોના રસીકરણ માટેનું રજીસ્ટ્રેશન પણ કોવિન પ્લેટફોર્મ પર થશે. નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઇઓ ડો. આર એસ શર્માએ જણાવ્યું છે કે 1 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવા માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થશે.

- Advertisement -

નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઇઓ ડો. આર એસ શર્માએ જણાવ્યું કે 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણ માટે 1 જાન્યુઆરીથી કોવીન એપ પર રજીસ્ટ્રેશન થઇ શકશે. રજીસ્ટ્રેશન માટે 10માં ધોરણની માર્કશીટ પણ માન્ય ગણાશે. જે બાળકો પાસે આધારકાર્ડ અથવા તો બીજું કોઈ આઈડી કાર્ડ નહી હોય તો ધો.10ની માર્કશીટ માટેનો ઓપ્શન આપવામાં આવશે. ધો.10નું આઈકાર્ડ પણ માન્ય ગણાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે 15-18 વય જૂથના બાળકોને 3 જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવામાં આવશે. ભારતમાં બાળકોને કાં તો ભારત બાયોટેકની ડબલ-ડોઝ કોવેક્સિન અથવા ઝાયડસ કેડિલાની ત્રણ-ડોઝ ZyCoV-D વેક્સિન આપવામાં આવશે. ત્રીજી સંભવિત રસી સીરમ ઇન્સ્ટિટ્યૂટની નોવાવેક્સ છે. સરકારની કોવિડ-19 ટાસ્ક ફોર્સના ચેરમેન ડો.એનકે અરોડાએ રવિવારે કહ્યું હતું કે બાળકોને પણ મોટી ઉંમરના લોકોની માફક બાળકોને પણ 4 સપ્તાહના અંતરે વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular