Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસઆમળા સ્ટોર કરવાની સરળ રીતો જાણો....

આમળા સ્ટોર કરવાની સરળ રીતો જાણો….

મહિનાઓ સુધી રહેશે લીલા અને તાજા

શિયાળાની શરૂઆત થઈ ગઇ છે આ સાથે જ શિયાળાને અનુરૂપ પાકો શાકભાજી અને ફળો પણ માર્કેટમાં દેખાવા લાગ્યા છે ત્યારે આ સીઝનમાં સૌથી વધારે આરોગ્યપ્રદ આમળાનું પણ બજારમાં જોર જોવા મળે છે. ત્યારે વિટામિન સી થી ભરપુર આમળાને લોકો આખુ વર્ષ સાચવવા માટે સ્ટોર કરીને રાખતા જોવા મળે છે. પરંતુ કયારેક આમળા થોડા દિવસમાં કાળા પડી જતા હોય છે. અથવા તો બગડી જતા હોય છે. ત્યારે તે આમળાને લાંબા સમય સુધી તાજા અને લીલા રાખવા માટે અમુક ટીપ્સ જાણો..

- Advertisement -

આમળાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને થોડું ઉકાળો, પાણીમાં થોડું મીઠું ઉમેરો અને આમળાને 3-4 મિનિટ સુધી ઉકાળો પછી ઠંડુ થયા પછી પાણી કાઢી નાખો અને તેને રેફ્રીજરેટરમાં હવાચુસ્ત પાત્રમાં ભરી દો. આ રીતે આમળા અઠવાડિયા સુધી તાજા રહેશે.

આમળાને નાના ટુકડામાં કટ કરો અને તેને લીંબુમાં રસ અથવા મીઠા સાથે મિકસ કરો. આ મિશ્રણને કાચની બોટલમાં ભરો. લીંબુનો રસ આમળાને કાળા થતા અટકાવે છે અને તેનો સ્વાદ જાળવી રાખે છે આ પદ્ધતિ દ્વારા તમે આખી મોસમ દરમિયાન તાજા આમળાનો આનંદ મેળવી શકો છો.

- Advertisement -

ઘણાં લોકો આમળાને પુરુ વર્ષ વાપરવા માટે ફ્રીઝરમાં સ્ટોર કરે છે. આમળાને ધોઇને સુકવી લો પછી તેને ઝિપ લોક બેગમાં સ્ટોર કરો અને ફ્રીઝરમાં સ્ટોર કરો ફકત જરૂરી માત્રામાં જ કાઢતા રહો. આ આમળાના સ્વાદ અને રંગ બંનેના લાંબા સમય સુધી સાચવવામાં મદદ કરે છે આ સરળ ઘરેલું ઉપચારોથી તમે આખા શિયાળા દરમિયાન આમળાના ફાયદાઓનો આનંદ માણી શકો છો.

આમળાને ઉકાળીને અથવા સુકવીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો તેને ઝિપ લોક બેગ અથવા એરટાઈટ ક્ધટેનરમાં સ્ટોર કરો આ રીતે તે એક વર્ષ સુધી ટકી રહેશે.

- Advertisement -

આમળાને કાચની બોટલમાં મીઠું અને લીંબુના રસ સાથે રેફ્રિજરેશન વગર સંગ્રહિત કરો. આ કુદરતી રીતે લાંબા સમય સુધી સાચવે છે.

આમળાને તડકામાં સારી રીતે સુકવી લો અને પછી તેને હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરો. સુકા આમળા મહિનાઓ સુધી ટકી રહે છે અને તેનો સ્વાદ જાળવી રાખે છે.

આમ, શિયાળાની શરૂઆતમાં મળતા અનેક સુપરફુડમાંનું એક એવા આમળા જે સ્વાસ્થ્ય માટે ખુબ ઉત્તમ છે. તેને કાચા ખાવાથી લાભ થાય છે સાથે આમળાનો જ્યુસ પીવાથી પણ ઘણાં સ્વાસ્થ્ય લાભ મળે છે તે ઈમ્યુનિટીને મજબુત બનાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular