Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયઆજે 15 મે, વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી વિશે જાણો..

આજે 15 મે, વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી વિશે જાણો..

- Advertisement -

- Advertisement -

અગાઉ એવું જાહેર થયું હતું કે, વપરાશકારોએ 15 મે સુધીમાં વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી સ્વિકારવાની રહેશે. ત્યારબાદ મે મહિનામાં પ્રારંભે વોટ્સએપ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, આ ડેડલાઇન દૂર કરવામાં આવી છે. આજે 15મી મે છે, હવે આપના વોટ્સએપ અંગે વધુ વિગતો જાણો.
વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી કોઇ વપરાશકાર સ્વિકારશે નહિં તો પણ તેનું એકાઉન્ટ વોટ્સએપ ડિલિટ કરશે નહિં. વોટ્સએપ વપરાશકારને નવી શરતો સ્વિકારવા અંગે સૂચનાઓ મોકલવાનું ચાલુ રાખશે. કયાં સુધી કંપની આ પ્રકારની સુચનાઓ આપતી રહેશે? તે અંગે કોઇ ડેડલાઇન જાહેર કરવામાં આવી નથી. ત્યારબાદ એવું બની શકે છે કે, વપરાશકાર સૌ પ્રથમ પોતાનું ચેટ લિસ્ટ ગુમાવી શકે છે. જો કે, તે દરમ્યાન પણ વોટ્સએપ પર કોલિંગ અને વિડિયો કોલિંગની સુવિધા ચાલુ રહેશે. અમુક સપ્તાહ પછી વોટ્સએપ વપરાશકારોને સંદેશાઓ મોકલવાનું બંધ કરશે અને સાથે સાથે આ પ્રકારના વપરાશકારના કોલ પણ બંધ થઇ શકે છે. જો કે, વપરાશકાર પોતાની ચેટ હિસ્ટ્રી એનડ્રોઇડ અથવા આઇફોન પર એકસ્પોર્ટ કરી શકશે. વારંવારના રિમાઇન્ડર પછી પણ જે વપરાશકાર નવી પોલીસીનો અમલ નહીં કરે તે એકાઉન્ટ બંધ થવાની શકયતા છે.જે વપરાશકારનું એકાઉન્ટ ડિલેટ થઇ જશે તે પોતાની મેસેજ હિસ્ટ્રી નહીં મેળવી શકે. અન્ય વોટ્સએપ ગુ્રપમાંથી રિમૂવ થઇ શકે છે.અને વોટ્સએપનું બેકઅપ પણ ડિલિટ થઇ શકે છે. જો કે, આ બધું તાત્કાલીક બનશે નહીં. પરંતુ વારંવારના રિમાન્ડ પર ધ્યાન આપવું જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular