જામનગર શહેર અને જિલ્લામાં ઈંગ્લીશ તથા દેશી દારૂ ઘૂસાડવાની અવનવી ટેકનિકો બુટલેગરો ઉપયોગ કરતા હોય છે. જેમ જેમ બુટલેગરો અપડેટ થતા જાય છે તેમ પોલીસ પણ તેના કરતા એક કદમ આગળ અપડેટ થતી જોવા મળે છે. સોયલ ટોલનાકા પાસેથી પસાર થતી કારમાં બનાવેલા ચોરખાનામાંથી એલસીબીની ટીમે ઇંગ્લીશ દારૂના ચપલા સાથે બે શખ્સોને દબોચી લીધા હતા.

દરોડાની વિગત મુજબ, જામનગર શહેર નજીક આવેલા સોયલ ટોલનાકા પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પસાર થવાની અરજણભાઈ કોડિયાતર, કિશોરભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી એન મોરી, પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન એલસીબીની ટીમે બાતમી મુજબની જીજે-27-સીએમ-5786 નંબરની બ્રેઝા કાર પસાર થતા આંતરી લીધી હતી અને કારમાં સવાર અકરમ મહમદ બ્લોચ મકરાણી (રહે. હર્ષદમીલની ચાલી, નીલકંઠ સોસાયટી) તથા બિપીન સોમા ચાવડા (રહે.ન્યુ સાધના કોલોની, બ્લોક નંબર-એમ-51, રૂમ નંબર-3865) નામના શખ્સોની પૂછપરછ કરતા બન્ને શખ્સોએ દારૂનો જથ્થો બ્રેઝા કારમાં જુદા જુદા ચોરખાનામાં ઈંગ્લીશ દારૂના ચપલા સંતાડી રાખ્યા હતાં. જે એક પછી એક ચોરખાનું ખોલી દારૂના ચપલા કાઢી આપ્યા હતાં. જેના આધારે એલસીબીની ટીમે કારમાંથી રૂા.56200 ની કિંમતના 562 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા અને 11 હજારની કિંમતના બે મોબાઇલ ફોન તથા રૂા. 5 લાખની કિંમતની કાર મળી કુલ રૂા.5,67,200 ના મુદ્દામાલ સાથે બન્નેને દબોચી લીધા હતાં અને પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ગોવાના સંજુ ઉર્ફે ગબર પાસેથી ખરીદ્યો હોવાની કેફિયત આપતા એલસીબીની ટીમે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.