જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આવેલા રોડ લાઈન્સ કંપનનીના વાડામાં ફાયર સેફટીના સાધનો નહીં રાખી ગેરકાયદેસર ડીઝલ જેવું બળતણ તરીકે વાપરી અને 1800 લીટર ડીઝલ જેવું પ્રવાહી તથા 11 લાખનું ટેન્કર કબ્જે કરી મેનેજર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં અગ્રવાલ રોડ લાઈન્સ પ્રા.લી. કંપનીના વાડામાં ગેરકાદયેસર ડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો હોવાની યશપાલસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પીઆઈ એસ.એસ. નિનામાની સૂચનાથી એલીસબીની ટીમ દ્વારા ચેકીંગ દરમિયાન તલાસી લેતા રૂા.99 હજારની કિંમતનું 1800 લીટર ડીઝલ અને જીજે-12-ડબલ્યુ-9592 નંબરનું ટેન્કર તથા રૂા.50 હજારની કિંમતનું લોખંડના ટાંકા સાથેની નોઝલ મશીન પાઇપ સહિતનો રૂા.12,49,000 નો મુદ્દામાલ કબ્જે કરી કંપનીના વાડામાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરાતું હોવાનું તેમજ અનઅધિકૃત ડીઝલ જેવું પ્રવાહી બળતણ માટે વાપરી વાતાવરણને પ્રદૂષિત કરવાનો અગ્રવાલ રોડ લાઈન્સના મેનેજર સાગર શ્રવણ તીરવા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ માટે મેઘપર પોલીસ સ્ટેશનને મુદ્દામાલ સોંપી આપ્યો હતો અને આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી હતી.
મોટી ખાવડીમાંથી ડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો ઝડપી લેતું એલસીબી
1800 લીટર ડીઝલ જેવું પ્રવાહી અને ટેન્કર સહિત રૂા.12.49 લાખનો મુદ્દામાલ કબ્જે: અગ્રવાલ રોડ લાઈન્સના મેનેજર વિરૂધ્ધ ગુનો નોંધાયો