Tuesday, December 24, 2024
Homeરાજ્યદ્વારકાના મોટા ભાવડામાં રમાતા જૂગારસ્થળે એલસીબી ત્રાટકી

દ્વારકાના મોટા ભાવડામાં રમાતા જૂગારસ્થળે એલસીબી ત્રાટકી

રૂા.78,540 ની રોકડ સહિત રૂા.5.20 લાખનો મુદ્દામાલ કબ્જે : છ શખ્સો ઝડપાયા : ત્રણ નાશી ગયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાવડા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે એલસીબીએ રેઇડ દરમિયાન છ શખ્સોને ઝડપી લઇ રૂા.78540 ની રોકડ રકમ અને રૂા.22,000ના આઠ નંગ મોબાઇલ, એક બાઇક અને બે કાર સહિત રૂા.5,20,540 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગાર દરોડાની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાવડા ગામની સીમમાં આવેલા અનિલ ચાવડાના ખેતરમાં રહેલી ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની એએસઆઇ ભરત ચાવડા અને હેકો મશરી આહિરને મળેલી બાતમીના આધારે પોલીસવડા સુનિલ જોષીની સૂચનાથી પીઆઇ જે.એમ.ચાવડા, પીએસઆઈ એસ.વી.ગરચર, પી.સી.સીંગરખીયા, એએસઆઈ ભરત ચાવડા અને સજુભા જાડેજા, અજીત બારોટ, વિપુલ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, દેવશી ગોજિયા, કેશુર ભાટીયા, નરશીભાઇ સોનગરા, મશરી આહિર, બોધાભાઈ કેસરિયા, લાખાભાઈ પીંડારિયા, અરજણ મારુ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખ કટારા, વિશ્ર્વદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન હેમત કારા ચાવડા, ખીમા મારખી કરમુર, પરબત માલદે ભોચિયા, રામદે અરજણ પાઉં, વેજાણંદ કેશુર કાંબરિયા, કાના પરષોતમ રાઠોડ સહિતના છ શખ્સોને રૂા.78,540 ની રોકડ રકમ, રૂા.22,000 ની કિંમતના આઠ નંગ મોબાઇલ ફોન, રૂા.20 હજારની કિંમતનું એક બાઈક અને રૂા.4 લાખની કિંમતની બે કાર સહિત કુલ રૂા.5,20,540 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ રેઈડ પૂર્વે પરબત રણમલ સુવા, વલ્લભ પુંજા ચાવડા, અનિલ મેરામણ ચાવડા નામના શખ્સો નાશી જતાં ત્રણેય શખ્સોની શોધખોળ માટે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular