લાલપુર તાલુકાના શિંગચ ગામમાં આવેલી સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર અખાડાના સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન રૂા. 3,87,800ના મુદામાલ સાથે 12 શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ લાલપુર તાલુકાના શિંગચ ગામમાં નવી સોસાયટીમાં ઈશ્વરસિંહ સદુભા વાઢેરના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતીનો જુગાર રમાડતા હોવાની એલસીબીના દિલીપભાઇ તલાવડિયા, કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન એલસીબીએ ઇશ્ર્વરસિંહ સદુભા વાઢેર, ઉમર આમદ ભાયા, આમીન આદમ સુંભણિયા, વિજય આલા માતંગ, આદમ હુસેન સુંભણિયા, નારૂ સામત કારિયા, હુશેન ઇબ્રાહિમ હુદડા, જાવેદ ફકીર ચમડિયા, અબ્દુલ સુલેમાન સુંભણિયા, અબ્બાસ જુસબ ભાયા, અફરોઝ સુલેમાન ભાટી, મનોજ કાંતિ દાવદ્રા નામના 12 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 1,17,200ની રોકડ રકમ, રૂા. 70,500ની કિંમતના 12 નંગ મોબાઇલ ફોન, રૂા. બે લાખની કિંમતની પાંચ બાઇક મળી કુલ રૂા. 3,87,800નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


