ધ્રોલમાં રાધે રેસિડેન્સી સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી એલસીબીએ 268 નંગ દારૂની બોટલો કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ ધ્રોલ ટાઉનમાં ધ્રોલ-રાજકોટ હાઇવે પર આવેલી રાધે રેસિડેન્સી સોસાયટીમાં જયદીપ રતિલાલ મુળિયાના કબ્જાના મકાનમાં ભાડેથી રહેતો શખ્સ વિદેશી દારૂની બોટલોનો જથ્થો રાખ્યો હોવાના એલસીબીના યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 1,66,964ની કિંમતની 268 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી. રેઇડ દરમિયાન આરોપી ક્રિપાશંકર અમોકારનાથ શર્મા હાજર મળી આવ્યો ન હોય તેની શોધખોળ હાથ ધરી હતી.


