જામનગર તાલુકાના લાખબાવળ ગામેથી એલસીબી પોલીસે રહેણાંક મકાનમાંથી 971 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ કુલ રૂપિયા 3,88,900નો મુદામાલ કબજે કર્યો હતો. જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં બાળકોના સ્મશાનથી આગળ બાવળની કાંટમાંથી રૂા. 86,000ની કિંમતી 215 નંગ દારૂની બોટલ એલસીબીએ કબજે કરી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના લાખાબાવળ ગામના પાટિયા પાસે શિવાલિકા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બિપીન ઉર્ફે લાકડી કારા મુછડીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના અજયસિંહ ઝાલા તથા ભગીરથસિંહ સરવૈયાને મળેલ બાતમીના આધારે રેઇડ દરમ્યાન બિપીન ઉર્ફે લાકડી કારા મુછડીયાને રૂા. 3,88,400ની કિંમતની 971 નંગ દારૂની બોટલો તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા. 3,88,900નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ દારૂ સપ્લાય કરનાર આરોપી પ્રફુલ્લ ઉર્ફે પાગો ભાનુશાળી નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
બીજી દરોડો જામનગર શહેરમાં મોમાઇ નંગર શેરી નં.3માં રહેતા મયુરસિંહ ભરતસિંહ જેઠવાના કબજાની દારૂની બોટલો ગાંધીનગર પાછળ બાળકોના સ્મશાનથી આગળ બાવળની કાંટમાં હોવાની એલસીબીના હિતેન્દ્રસિંહ જાડેજા તથા દિલીપભાઇ તલાવડિયાને મળેલ બાતમીને આધારે બાતમી વાળા સ્થળેથી 86,000ની કિંમતની 215 નંગ દારૂની બોટલો કબજે કરી હતી.
આ કાર્યવાહી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જેવી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.