જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે દેવપાર્ક સોસાયટીમાં ફલેટમાં ચાલતા જૂગાર અખાડાના સ્થળે એલસીબીની ટીમે ત્રાટકીને ત્રણ મહિલા સહિત નવ શખ્સોને રૂા.59,490 ની રોકડ રકમ, 9 મોબાઇલ, 2 બાઈક સહિત કુલ રૂા.1,66,990 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા દેવપાર્ક સોસાયટી શેરી નં.1 માં રહેતાં રાહુલ ગાગીયા નામનો શખ્સ તેના ફલેટમાં જૂગારનો અખાડો ચલાવતો હોવાની એલસીબીના કિશોર પરમાર, અશોક સોલંકી અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે રેઇડ દરમિયાન રાહુલ ફોગા ગાગીયા, બુધા દેવરામ ભટ્ટ, હરીરામ બચુ જોશી, કમલેશ મણીલાલ જોગીયા, સંજય ચુની લોઢીયા, નિલેશ નથુ માળિયા અને ત્રણ મહિલાઓ સહિત નવ શખ્સોને રૂા.59,490 ની રોકડ અને રૂા.52,500 ની કિંમતના 9 નંગ મોબાઇલ તેમજ રૂા.55 હજારની કિંમતની બે બાઈક અને ગંજીપના સહિત કુલ રૂા.1,66,990 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.