Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડ પંથકમાં જુગારધામ પર એલસીબીનો દરોડો

ભાણવડ પંથકમાં જુગારધામ પર એલસીબીનો દરોડો

- Advertisement -

દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ગઈકાલે સોમવારે ઢળતી સાંજે ભાણવડ પંથકમાં જુગાર દરોડો પાડી, આ સ્થળે રમતા જુગાર ધામમાંથી કુલ રૂપિયા 1.38 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.

- Advertisement -

આ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ નજીક આવેલી ગરાસ સીમ વિસ્તારમાં એક વાડી ભાગમાં રાખી, રાજેશ ગોવિંદ રાઠોડ નામના એક ભાગીયાએ આ વાડીના રહેણાંક મકાનમાં લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, અહીં બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવીને ગંજીપત્તા વડે તીનપત્તી – રોન પોલીસ નામના રમાતા જુગાર પર એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી પોલીસે રાજેશ ગોવિંદ રાઠોડ, અશોક રામદે સોલંકી, વિજય જીવણ નકુમ અને નરેન્દ્ર રણમલ ગોરફાડ નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 70,130 ની રોકડ રકમ તથા રૂપિયા 18,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 50 હજારની કિંમતના બે મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,38,130 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડાની આ કાર્યવાહીમાં વાડી માલિક બાબુલાલ ધનજીભાઈ નકુમ સહિતના ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે. આ બનાવવા અંગે ભાણવડ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular