Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારમોટી ભલસાણમાં વાડી માલિક સંચાલિત જૂગાર સ્થળે એલસીબીનો દરોડો

મોટી ભલસાણમાં વાડી માલિક સંચાલિત જૂગાર સ્થળે એલસીબીનો દરોડો

- Advertisement -

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામની સીમમાં આવેલા ખેતરના માલિક દ્વારા બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઇડ દરમિયાન વાડી માલિક અને જૂગાર રમાડનાર સહિતના આઠ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1.60 લાખની રોકડ રકમ સહિત કુલ રૂા.3.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જૂગારદરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં સીમમાં આવેલી દિલીપ બિજલ ચાવડા નામના શખ્સના ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડાતો હોવાની કિશોર પરમાર, ધાના મોરી અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, શરદભાઈ પરમાર, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

રેઈડ દરમિયાન એલસીબીની ટીમે વાડી માલિક દિલીપ બિજલ ચાવડા, જૂગાર રમાડનાર મિલન મોહન રૂપારેલ અને મનોજ ગોરધન, વિપુલ શંકર દામા, અશ્ર્વિન ઉર્ફે અશોક રમણિક નંદા, નલીન કિશોર સભાયા, ગૌતમ મનસુખ વેકરીયા, રાજુ બચુ કરંડીયા નામના આઠ શખસોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1,60,000 ની રોકડ રકમ અને રૂા.35,500 ની કિંમતના આઠ નંગ મોબાઇલ ફોન તથા રૂા.1,20,000 ની કિંમતની ચાર બાઈક અને ગંજીપના મળી કુલ રૂા.3,15,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular